________________
क्षीरस्य दधित्वे नैगमस्यैव सम्मतिः
३०९
तथाऽत्रं न्यायावतारवृत्तौ श्रीमता शान्तिसूरिणा ' तत्र साङ्ख्यो ध्रौव्यमेव प्रतिपन्नवान्...' इत्यादि यदुक्तं तेनापि तस्य नैगममूलत्वं सिध्यत्येव, न ह्यादिनैगमं विहायान्यः कोऽपि नयो वस्तुनो ध्रौव्यमुत्पादविनाशाभावं च प्रतिपन्नवान्, नमस्कारनिर्युक्ता - वादिनैगमेतराणां नयानामुत्पादवादित्वस्य स्पष्टं कथितत्वात् । न च परसङ्ग्रहोऽप्यनुत्पन्नत्ववादीति वाच्यं, तन्मतेन सर्वस्यैव सत्त्वाद् नमस्कारेन्द्रघटादेर्नमस्कारादितयाऽभावात् । अत एव नमस्कारनिर्युक्तौ सदद्वैतवादिनः परसङ्ग्रहस्य नमस्कारानुत्पादवादितया नोल्लेखः । अपरसङ्ग्रहो नमस्कारादिकं तु मन्यत एव किन्तूत्पन्नमेव, न त्वनुत्पन्नं, तस्य नमस्कारनिर्युक्तावुत्पन्नत्ववादिनयेषु समावेशात् ।
किञ्च साङ्ख्यदर्शनस्य प्रणेतारं कपिलाचार्यमुपहसद्भिरसत्कार्यवादिभिः 'यदेव दधि तत्क्षीरं, यत्क्षीरं तद्दधीति च । वदता विन्ध्यवासित्वं ख्यापितं विन्ध्यवासिना ॥' इति यदुक्तं तेनापि साङ्ख्यदर्शनस्य नैगममूलत्वं ख्याप्यत एव वनगमनप्रयोजनीभूतं दारु प्रस्थकतयेव क्षीरं दधितया गृह्णतो नयस्य नैगमत्वनियमात् । सूक्ष्मधिया पर्यालोच्यमाना एते सर्वेऽधिकाराः साङ्ख्यदर्शनस्य नैगमनयप्रकृतिकत्वं सूचयति न वेति निर्णेतव्यं बहुश्रुतैः ।
તથા, અહીં ન્યાયાવતારની વૃત્તિમાં શ્રીમાન્ શાંતિસૂરિએ ‘એમાં સાંખ્ય ધ્રૌવ્યને જ માને છે' વગેરે જે કહ્યું છે તેનાથી પણ તે નૈગમમૂલક હોવો સિદ્ધ થાય છે જ. કારણ કે આદિનેગમને છોડીને અન્ય કોઈપણ નયં વસ્તુના ધ્રૌવ્યને અને ઉત્પાદવિનાશના અભાવને માનતો નથી. તે પણ એટલા માટે કે નમસ્કારનિર્યુક્તિમાં આદિનૈગમ સિવાયના નયોને ઉત્પાદવાદી હોવારૂપે સ્પષ્ટ રીતે કહેલ છે. ‘પરસંગ્રહ પણ અનુત્પત્તિવાદી છે ને !' એવી શંકા ન કરવી, કારણ કે એના મતે તો બધું માત્ર ‘સત્' હોવાથી નમસ્કારાદિરૂપે નમસ્કાર-ઇન્દ્ર-ઘટાદિ કશું છે જ નહીં.' એટલે જ નમસ્કારનિર્યુક્તિમાં સદ્વૈિતવાદી પરસંગ્રહનયનો નમસ્કારને અનુત્પન્ન કહેનાર તરીકે ઉલ્લેખ કરેલો નથી. અપરસંગ્રહનયનમસ્કારાદિ માને છે ખરો, પણ ઉત્પન્ન જ, નહીં કે અનુત્પન્ન, કારણ કે નમસ્કારનિર્યુક્તિમાં એનો શેષ તરીકે ઉત્પન્નત્વ કહેનાર નયોમાં સમાવેશ કર્યો છે.
વળી, સાંખ્યદર્શનના પ્રણેતા કપિલાચાર્યનો ઉપહાસ કરતાં અસત્કાર્યવાદીઓ વડે “જે દહીં છે તે દૂધ છે, જે દૂધ છે તે દહીં છે-આવું કહેતા વિન્ધ્યવાસી આચાર્યે પોતાનું વિન્ધ્યવાસિત્વ=જંગલમાં રહેવાપણું સિદ્ધ કર્યું છે” આવું જે કહેવાયું છે તેનાથી પણ સાંખ્યદર્શન નૈગમમૂલક છે એ જણાય જ છે, કારણ કે વનગમનના પ્રયોજનભૂત કાષ્ઠને પ્રસ્યકની જેમ દૂધને દહી તરીકે જોનાર નય નૈગમ જ હોય શકે.