________________
नयविंशिका - १७
सत्कार्यमिति । इत्युक्तम् । अत्र साङ्ख्यदर्शनस्य शुद्धद्रव्यास्तिकत्वं साक्षादक्षरैरेवोक्तम् । किञ्च प्रस्तुतेन सम्मतिकारिकावचनेनाप्येतत् सिध्यत्येव । तथाहि तत्र पर्यायास्तिकनयविकल्पत्वं बौद्धदर्शनस्य यदुक्तं तत्परिशुद्धपर्यायास्तिकनयस्य यत उक्तमतो द्रव्यास्तिकनयविकल्पत्वं साङ्ख्यदर्शनस्य यदुक्तं तदपि परिशुद्धद्रव्यास्तिकनयस्यैवेत्यत्र का शङ्का ? किञ्च द्रव्यार्थिकनयवक्तव्यतानिरूपणावसरे शुद्धं द्रव्यार्थिकं परित्यज्याशुद्धस्य तस्य निरूपणे को हेतुः ? इति प्रश्नस्य समुचितोत्तराभावोऽप्यत्र शुद्धस्य द्रव्यार्थिकस्यैव वक्तव्यतां सूचयति । तथा क्षणिकवादि बौद्धदर्शनं यदि शुद्धः पर्यायास्तिकः, तर्हि ध्रौव्यवादि साङ्ख्यदर्शनं शुद्धः द्रव्यार्थिक इति निःशङ्कमेव । ततश्च जं काविलं... इत्यादिकारिकायां शुद्धस्य द्रव्यार्थिकस्यैव वार्तेति सिद्धौ नैगमनयमूलत्वमपि साङ्ख्यदर्शनस्य सिध्यत्येव, न व्यवहारनयः शुद्धः द्रव्यार्थिकः ।
३०८
આધાન શક્ય હોતું નથી - અર્થાત્ કોઈ જ ફેરફાર થઈ શકતો નથી. આવું નીરૂપ કાર્ય તો કોઈપણ કારણથી શી રીતે થઈ શકે ? માટે સત્ એવા કાર્યને જ કરી શકાય છે, નહીં કે અસત્ એવા કાર્યને... (૫) કારણનો સદ્ભાવ-આ ચાર હેતુઓથી અસત્ એવું કાર્ય સંભવતું જ નથી એ સિદ્ધ થયે... જો કશું કાર્ય જ નથી તો કારણ કોનું ? એટલે, બીજ વગેરે કશું ‘કારણ' નથી, કારણ કે એનું કોઈ કાર્ય નથી, જેમકે કૂર્મોમ. પણ આવું છે તો નહીં... કારણ કે બીજ વગેરે ‘કારણ’રૂપ તો છે જ. માટે કારણની વિદ્યમાનતાને સંગત કરવા માટે કાર્યને પણ ‘સત્' માનવું જોઈએ.
ન્યાયાવતારવૃત્તિના આ અધિકારમાં સાંખ્યદર્શન એ શુદ્ધદ્રવ્યાસ્તિક છે એવું સ્પષ્ટ અક્ષરો દ્વારા કહ્યું જ છે. વળી, સમ્મતિની પ્રસ્તુત કારિકાના વચનથી પણ આ વાત સિદ્ધ થાય છે જ. તે આ રીતે - ત્યાં બૌદ્ધદર્શનને પર્યાયાસ્તિકનયના વિકલ્પ તરીકે જે કહેલ છે તે પરિશુદ્ધપર્યાયાસ્તિકનયના વિકલ્પ તરીકે કહેલ છે. એટલે દ્રવ્યાસ્તિકનયના વિકલ્પ તરીકે સાંખ્યદર્શનને જે કહેલ છે તે પણ પરિશુદ્ધદ્રવ્યાસ્તિકનયનો જ કહેલ હોય એમાં શું શંકા છે ? વળી, દ્રવ્યાર્થિનયની વક્તવ્યતાના નિરૂપણ અવસરે શુદ્ધદ્રવ્યાર્થિકને છોડીને અશુદ્ધદ્રવ્યાર્થિકનું નિરૂપણ કરવામાં કારણ શું હોઈ શકે ? આવા પ્રશ્નનો યોગ્ય ઉત્તર ન મળવો એ પણ અહીં શુદ્ધદ્રવ્યાર્થિકની જ વક્તવ્યતાને સૂચવે છે. તથા, ક્ષણિકવાદી બૌદ્ધદર્શન એ જો શુદ્ધપર્યાયાસ્તિક છે તો ધ્રૌવ્યવાદી સાંખ્યદર્શન શુદ્ધ દ્રવ્યાર્થિક હોય એ નિઃશંક જ છે. એટલે નં વિનં... ઇત્યાદિ કારિકામાં શુદ્ધદ્રવ્યાર્થિકનયની જ વાત છે એવું સિદ્ધ થવા પર સાંખ્યદર્શન નૈગમમૂલક છે એ પણ સિદ્ધ થશે જ, કારણ કે વ્યવહારનય કાંઈ શુદ્ધ દ્રવ્યાર્થિક નથી.