________________
नयविंशिका - १५
२१४
नैगमनयो घटादिकमूर्ध्वतासामान्यरूपेण गृह्णाति । तत्र घट एवोर्ध्वतासामान्यम् । अर्थान्नैगमनयस्य घट ऊर्ध्वतासामान्यरूप एव । तच्चोर्ध्वतासामान्यं यथा घटे वर्तते तथैव पिण्डादिष्वपि वर्तत एव । अतो नैगमस्य पिण्डादयोऽपि घट एव ।
सङ्ग्रहनयो घटादिकं तिर्यक्सामान्यरूपेण गृह्णाति । तत्र घट एव तिर्यक्सामान्यम् । अर्थात् सङ्ग्रहनयस्य घटस्तिर्यक्सामान्यरूप एव । तच्च तिर्यक्सामान्यं यथैकस्मिन् घटे वर्तते तथैव सर्वेषु घटेषु वर्तत एव । अतः सग्रहस्य सर्वेऽपि घटा घट एव ।
व्यवहारनयो घटादिकं विशेषरूपेण गृह्णाति । तत्र विषयभूतो घट एवोर्ध्वतासामान्यप्रतिपक्षिविशेषरूपः स एव च तिर्यक्सामान्यप्रतिपक्षिविशेषरूपश्च । अर्थात् व्यवहारनयस्य घटः पिण्डशिवकाद्यन्यघटादिभिन्नविशेषरूप एव । ततश्च नैगमनयो यान् पिण्ड-शिवकादिविशेषान् घटतयैककरोति तान् व्यवहारनयः पिण्ड - शिवक- घटादितया पृथक्करोति । एवमेव सग्रहनयो यान् घटविशेषान् घटतयैककरोति तान् व्यवहारनयस्तत्तद्घटतया पृथक्करोति । एतदेव तस्यानेककरणमिति कुतस्तस्य पर्यायार्थिकनयत्वगंधोऽपि ?
હવે, વ્યવહારનય પર્યાયાર્થિક છે એવી આશંકા અવતરણિકામાં જે કરેલી હતી તેનું નિરાકરણ કરવાનું છે. તે આ રીતે-નૈગમનય ઘટાદિને ઊર્ધ્વતાસામાન્યરૂપે જુએ છે. એ ઘટ એ જ ઊર્ધ્વતાસામાન્ય છે. એટલે કે નૈગમમતે ઘડો ઊર્ધ્વતાસામાન્યરૂપ જ છે અને એ ઊર્ધ્વતાસામાન્ય જેમ ઘડામાં છે એમ પિંડાદિમાં પણ છે જ. માટે નૈગમનયને પિંડાદિ પણ ઘડો જ છે.
સંગ્રહનય ઘટાદિને તિર્યક્સામાન્યરૂપે જુએ છે. એમાં ઘડો જ તિર્યક્સામાન્ય છે. એટલે કે સંગ્રહનયે ઘડો તિર્યક્સામાન્યરૂપ જ છે. અને એ તિર્યક્સામાન્ય જેમ એક ઘડામાં રહ્યું હોય છે એમ બધા ઘડામાં રહ્યું જ હોય છે. માટે સંગ્રહનયને બધા જ ઘડા ‘ઘડો' જ છે.
વ્યવહારનય ઘટાદિને વિશેષરૂપે જુએ છે. એમાં, વિષયભૂત ઘડો જ ઊર્ધ્વતાસામાન્યના પ્રતિપક્ષીવિશેષરૂપ છે અને એ જ તિર્યક્સામાન્યના પ્રતિપક્ષી વિશેષ રૂપ છે. અર્થાત્ વ્યવહારનયે ઘડો પિંડ-શિવકાદિથી કે અન્ય ઘટાદિથી ભિન્ન વિશેષરૂપ જ છે. એટલે નૈગમનય જે પિંડ-શિવકાદિવિશેષોને ઘડારૂપે એક કરે છે તેને વ્યવહારનય પિંડ-શિવકઘટાદિરૂપે અલગ પાડે છે. એ જ રીતે સંગ્રહનય જે વિશેષ ઘડાઓને ઘડારૂપે એક કરે છે તેને વ્યવહારનય તે તે ઘડારૂપે અલગ કરે છે. આ જ એનું અનેકકરણ છે, પછી એ પર્યાયાર્થિકનય બની જાય એવી ગંધ પણ ક્યાં ? આશય આ છે કે - એક જ