________________
सर्वसङ्ग्रहमयमतेन द्रव्यनिक्षेपस्याभाव एव
१८१
सन् तथा मृत्पिण्डोऽपि सन् एव । एवमेव सर्वं वस्तु 'सद्' एव, न किमपि तद्वस्त्वस्ति यद्- 'नेदं सत्, किन्तु सतः कारणं' इत्येवं वक्तुं पार्यते । तथा यो देशसङ्ग्रहो जीवपुद्गलादिकं गृह्णाति तन्मतेन सर्वे जीवा जीव एव सर्वे पुद्गलाः पुद्गल एव, न किमपि तद्वस्त्वस्ति यद् जीवपूर्वावस्थारूपतया जीवोपादानकारणत्वेन पुद्गलपूर्वावस्थारूपतया वा पुद्गलोपादानकारणत्वेन व्यवहर्तुं शक्येत । ततो विषयस्य नित्यतया सर्वसङ्ग्रहनयमतेन एतद्देशसङ्ग्रहनयमतेन च द्रव्यनिक्षेपस्याभाव एव । न चैतावतैव 'सेसा इच्छंति सव्वणिक्खेवे' त्तिभाष्यवचनविरोध उद्भाव्यते, अन्यदेशसङ्ग्रहनयमतेन द्रव्यनिक्षेपस्य प्राप्यमाणत्वात्। तथाहियो देशसङ्ग्रहो ‘अयं घटः' इत्येवं सर्वान् घटान् घटतया सङ्गृह्णाति तन्नयेन मृत्पिण्डस्य द्रव्यघटत्वं निर्बाधमेव । अथैतद्देशसङ्ग्रहनयमतेनापि द्रव्यनिक्षेपस्याभाव एव तद्विषयस्य क्रोडीकृतसर्वघटविशेषस्य घटसामान्यस्य नित्यतया कारणाभावात् । तन्नित्यत्वञ्च 'एगं निच्वं निरवयवमक्कियं सव्वगं च सामन्नं । निस्सामन्नत्ताओ नत्थि विसेसो खपुप्फं व ' ॥२२०६ ॥
સમાધાન
આવી શંકા બરાબર નથી, કારણ કે એ ભાષ્યવચન તો દેશસંગ્રાહીનૈગમનયાનુસારી છે. આશય આ છે કે-સર્વસંગ્રહનયમતે જેમ ઘટ: સન્ એમ મૃત્પિન્ડ: સન્ માટીનો પિંડો પણ સત્ જ છે. એ જ રીતે બધી જ વસ્તુઓ સત્ છે, એવી કોઈ વસ્તુ છે જ નહીં જેના માટે સર્વસંગ્રહ ‘આ સત્ નથી, પણ સત્ત્નું કારણ છે' એમ કહી શકે. તથા જે દેશસંગ્રહ જીવ-પુદ્ગલાદિને જુએ છે તેના મતે બધા જીવો ‘જીવ' જ છે, બધા પુદ્ગલો ‘પુદ્ગલ' જ છે. એવી કોઈ વસ્તુ છે જ નહીં જે ‘જીવ'ની પૂર્વાવસ્થારૂપ હોવાથી જીવના ઉપાદાનકારણરૂપે કહી શકાય, કે પુદ્ગલની પૂર્વાવસ્થારૂપ હોવાથી પુદ્ગલના ઉપાદાનકારણ તરીકે કહી શકાય. તેથી, વિષય નિત્ય હોવાથી સર્વસંગ્રહનયમતે અને આ દેશસંગ્રહનયમતે દ્રવ્યનિક્ષેપનો અભાવ જ છે. પણ એટલામાત્રથી કાંઈ સેસા રૂષ્કૃતિ સળિવુંવે એવા ભાષ્યવચનનો વિરોધ કહેવાતો નથી. કારણ કે આ સિવાયના અન્ય દેશસંગ્રહનયે દ્રવ્યનિક્ષેપ મળે પણ છે જ. તે આ રીતે જે દેશસંગ્રહ ઞયં ટ; એ રીતે બધા ઘડાઓનો ઘટ તરીકે સંગ્રહ કરે છે તેના મતે મૃત્કિંડ દ્રવ્યઘટ હોવો નિર્બાધ છે જ.
-
શંકા - આ દેશસંગ્રહનયમતે પણ દ્રવ્યનિક્ષેપનો અભાવ જ થશે, કારણ કે સર્વ વિશેષઘડાઓને પોતાની કુક્ષિમાં સમાવિષ્ટ કરી દેનાર ઘટસામાન્ય કે જે આ દેશસંગ્રહનયનો વિષય છે, તે નિત્ય હોવાથી એનું કોઈ કારણ હોતું નથી જેને દ્રવ્યનિક્ષેપરૂપે કહી શકાય. આ ‘સામાન્ય નિત્ય હોય છે' એ વાત સામાન્ય એક છે, નિત્ય છે, નિરવયવ છે,
13