________________
सत्तामहासामान्यं नादिनैगमविषयः द्वितीयनैगमविषयभूतस्य विशेषस्य कथितयोरुत्पाद-व्यययोरनुपपत्त्यापत्तेश्च, गोत्वादिवत् प्रस्तुते ग्राह्यस्य नमस्कारत्वलक्षणावान्तरसामान्यस्य नित्यत्वात् । सत्तामहासामान्यग्राहिणो नयस्याविषयतयैव नमस्कारस्योत्पन्नानुत्पन्नत्वकथाविलोपापत्तेश्च । एतच्चाग्रे (पृ. १६४) व्यक्तीकरिष्यते। ___तदेवपत्रोतासामान्यप्रतिपक्षिणो विशेषस्याधिकार इति साधन एको हेतुर्दत्तः । अथ द्वितीयो हेतुर्दीयते, सावधानो भूत्वा शृणु -
प्रस्तुताधिकारे 'सत्तामेत्तग्गाही (२८०८)त्तिभाष्यगाथावृत्तावेवमधिकारः प्राप्यते- 'येन =यस्मात्कारणादाद्यनैगमः सत्तामात्रग्राही, ततस्तस्याद्यनैगमस्य मतेन सर्वं वस्तु नाभूतंनाविद्यमानं, किन्तु सर्वदैव सर्वं सदेवेति ।' अत्र सर्वदा सत्त्वं यदुक्तं तेनोव॑तासामान्यस्यात्राधिकारः सिध्यति, सङ्ग्रहनयविषयभूतस्य तिर्यक्सामान्यस्य यत्र यत्राधिकारस्तत्र तत्र न सर्वदा सत्त्वस्य, अपि तु सर्वत्र सत्त्वस्यैवोक्तेः श्रूयमाणत्वात् । तथाहि-सदिति भणियम्मि जम्हा सव्वत्थाणुप्पवत्तए बुद्धी त्तिविशेषावश्यक( २२०७ )भाष्यगाथापूर्वार्धे सव्वत्थ सर्वत्र
તે પણ એટલા માટે કે સંગ્રહનય પરસંગ્રહ-અપરસંગ્રહ એવા ભેદે બે પ્રકારનો હોવાથી સત્તા-ગોત્વ વગેરે બને વિષયવાળો છે. વળી આવો વિચાર માન્ય રાખવામાં, વૃત્તિમાં બીજા નૈગમના વિષયરૂપ વિશેષના જે ઉત્પાદ-વ્યય કહ્યા છે એ અસંગત બની જશે, કારણ કે પ્રસ્તુતમાં ગ્રાહ્ય વિશેષ એ નમસ્કારત્વરૂપ અવાન્તર સામાન્યાત્મક હોવાના કારણે ગોવાદિની જેમ નિત્ય છે. તથા સત્તામહાસામાન્યગ્રાહી નયનો તો નમસ્કાર વિષય જ બનતો ન હોવાથી એ ઉત્પન્ન છે કે અનુત્પન્ન ? એની વિચારણા જ ઊડી જાય. આ વાત આગળ (પૃ. ૧૬૪) વ્યક્ત થશે. માટે આદિનૈગમનો વિષય સત્તામહાસામાન્ય છે વગેરે વિચાર ઉચિત નથી.
આમ, પ્રસ્તુતમાં ઊર્ધ્વતા સામાન્ય પ્રતિપક્ષી વિશેષનો અધિકાર છે એ સાબિત કરવામાં એક હેતુ આપ્યો. (છે.) હવે બીજો હેતુ અપાય છે, સાવધાન બનીને સાંભળ. પ્રસ્તુત અધિકારમાં સામેથી આ ભાષ્યગાથા(૨૮૦૮)ની વૃત્તિમાં આવો અધિકાર છે- “જે કારણે આઘનૈગમ સત્તામાત્રનો ગ્રાહક છે, તેથી તે આઘનૈગમના મતે બધી વસ્તુ (ક્યારેય પણ) અવિદ્યમાન હોતી નથી, પણ હંમેશા બધી વસ્તુ સત્ = વિદ્યમાન જ હોય છે.” અહીં સર્વદા સત્ત્વ (= હંમેશા વિદ્યમાનતા) જે કહેલ છે તેનાથી ઊર્ધ્વતાસામાન્યનો પ્રસ્તુતમાં અધિકાર છે એમ સિદ્ધ થાય છે, કારણ કે સંગ્રહનયના વિષયભૂત તિર્યક્ષામાન્યનો જ્યાં જ્યાં અધિકાર શાસ્ત્રોમાં મળે છે, ત્યાં ત્યાં “સર્વદા