________________
૩૬
ઉપશમનાકરણ ભાગ-૧
હોવાથી અનંતગુણ છે, કેમકે કોઈ પણ ખંડના પ્રથમ અધ્યવસાયથી તે જ ખંડનો છેલ્લો અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધિવાળો હોય છે અને તેનાથી પણ અનંતર ખંડતો પ્રથમ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધિવાળો હોય છે. તેથી પ્રથમ ખંડના પ્રથમ અધ્યવસાય કરતા બીજા ખંડતો પ્રથમ અધ્યવસાય અનંતગુણ છે. તેથી પ્રથમ સમયના જઘન્ય અધ્યવસાયથી બીજા સમયનો જઘન્ય અધ્યવસાય અ ંતગુણ છે. તેવી જ રીતે બીજા સમયના જઘન્ય અધ્યવસાયથી ત્રીજા સમયનો જઘન્ય અધ્યવસાય પણ અનંતગુણ, તથા ત્રીજા સમયના જઘન્ય અધ્યવસાયથી ચોથા સમયનો જઘન્ય અધ્યવસાય પણ અનંતગુણ છે. ચોથા સમયનો જઘન્ય અધ્યવસાય ૭૫૧ મો અધ્યવસાય હોવાથી ચોથા ખંડતો જઘન્ય અધ્યવસાય છે. તથા પહેલા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય ૧૦૦૪ મો હોવાથી ચોથા ખંડનો છેલ્લો અધ્યવસાય છે, તેથી પહેલા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય ૪થા સમયના જઘન્ય અધ્યવસાયથી અનંતગુણ વિશુદ્ધિવાળો છે, કેમકે પૂર્વે જણાવ્યુ છે કે કોઈ પણ ખંડના પહેલા અધ્યવસાયથી તેનો છેલ્લો અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધિવાળો હોય છે. પાંચમા સમયનો જઘન્ય અધ્યવસાય ૧૦૦૫ મો અધ્યવસાય હોવાથી પાંચમા ખંડનો પ્રથમ અધ્યવસાય છે અને તે ચોથા ખંડના ચમ અધ્યવસાયથી અનંતગુણ વિશુદ્ધિવાળો હોય છે, કેમકે પૂર્વે જણાવી ગયા છીએ કે કોઈ પણ ખંડનો પ્રથમ અધ્યવસાય તેની પૂર્વેના ખંડના ચશ્મ અધ્યવસાયથી અનંતગુણ વિશુદ્ધિવાળો હોય છે. તેથી પાંચમા સમયનો જઘન્ય અધ્યવસાય પહેલા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી અનંતગુણ વિદ્ધિવાળો હોય છે અને તેના કરતા તે જ ખંડનો અંતિમ અધ્યવસાય હોવાથી રજા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધિવાળો છે. તેના કરતા- તેની પછીના ખંડનો પ્રથમ અધ્યવસાય હોવાથી છટ્ઠા સમયનો જઘન્ય અધ્યવસાય અનંતગુણ છે અને તે જ ખંડનો અંતિમ અધ્યવસાય હોવાથી તેના કરતા ત્રીજા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધિવાળો છે. એમ ચાવત્ ૧૧મા ખંડના ચશ્મ અધ્યવસાયરૂપ ૮મા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી તેના પછીના (૧૨મા) ખંડનો જઘન્ય અધ્યવસાય હોવાથી ૧૨મા સમયનો જઘન્ય અધ્યવસાય અનંતગુણ વિશુદ્ધિવાળો આવે અને તેનાથી ૯મા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય તે જ ખંડનો અંતિમ અધ્યવસાય હોવાથી અનંતગુણ વિશુદ્ધિવાળો છે.
હવે જઘન્યની વક્તવ્યતા પૂરી થઈ હોવાથી ઉત્કૃષ્ટની પ્રરૂપણા બતાવીએ છીએ. નવમા સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી તેના પછીના ખંડનો અંતિમ અધ્યવસાય હોવાથી દસમા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ વૃદ્ધ, તેથી ૧૧મા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય પણ ઉક્ત કારણે અનંતગુણવૃદ્ધ, તેથી ૧૨મા સમયનો ઉત્કૃષ્ટ અધ્યવસાય પણ તે જ રીતે અ ંતગુણ.
આવી રીતે કષાયપ્રાભૂત અને કર્મપ્રકૃતિમાં યથાપ્રવૃત્તકણમાં અધ્યવસાયોની તđવ્રતામંદતાનું જે નિરૂપણ કર્યુ છે તેના આધારે તથા અન્યગ્રન્થોની સહાયથી અનુકૃષ્ટિ વગેરે - પદાર્થોની વિચારણા તથા અસત્કલ્પનાથી દિગ્દર્શન કરાવ્યુ છે.