________________
ચુત-ભક્તિની
ભાવભરી અનુમોદના રાજસ્થાનનું પિંડવાડા નગર એટલે પરમગુરુદેવ સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ. નું પુણ્ય-વતન.
અહીં પૂજ્યપાદશ્રીએ અનેક ચાતુર્માસ કર્યા. અત્રેના મહાવીર પ્રભુના, ગોડી પાર્શ્વનાથ પ્રભુના અને સ્ટેશન પર નમિનાથ પ્રભુના ચૈત્યોની પ્રતિષ્ઠા પણ સં. ૨૦૧૬ માં પૂજયપાદશ્રીની પાવન નિશ્રામાં વિશાળ મુનિગણની ઉપસ્થિતિમાં થઈ. પ્રતિષ્ઠા પછી દ્રવ્ય-ભાવ ઉભય રીતે સુંદર પ્રગતિ છે.
કર્મસાહિત્યના વિશાળકાય મોટા મોટા ગ્રંથો ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિના નામે અત્રેના સંઘની આગેવાનીમાં પ્રકાશિત થયા છે. પૂર્વધરાચાર્ય શ્રી શિવશર્મસૂરિકૃત કર્મપ્રકૃતિના ઉપશમનાકરણ અધિકારના વિસ્તૃત ગુજરાતી વિવેચન ૫ પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ... શેઠ કલ્યાણજી સોભાગચંદજી જેન પેઢી
હા. પિંડવાડા જૈન સંઘ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવાયેલ છે. તેઓની આ શ્રુતભક્તિની ભાવપૂર્ણ અનુમોદના કરીએ છીએ.
- શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીગણ A A A A A A A A A A A
O
A
|