________________
પ્રથમોપશમસમ્યકત્વપ્રાપ્તિ અધિકાર
પરિણામે બંધાય છે. અહીં અતિશય વિશુદ્ધ પરિણામ છે. માટે આયુષ્ય ન બંધાય. (૧૧) ઉત્તરપ્રવૃતિબંધ : સમ્યક્ત્વાભિમુખ મનુષ્ય-તિર્યંચ ધ્રુવબંધી ૪ પ્રકૃતિ બાંધે અને
અધૂવબંધમાંથી હાસ્ય, રત, પુરુષવેદ અને નામની દેઢિક, પંચન્દ્રિય જાતિ, સમચતુરગ્રસંસ્થાન, વૈક્રિય-, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગીત, ત્રસદશક એમ ૧૯ પ્રકૃતિ તથા સાતાવંદનીય અને ઉચ્ચગોત્ર ૩૫ ૭૧ પ્રકૃતિઓ બાંધે (૪૭+૩+ ૧૯+૧+૧=૧) સમ્યક્ત્વાભિમુખ દેવ-નારક પણ પૂર્વોક્ત ધ્રુવબંધી ૪s, હાસ્ય, રતિ, પુરુષવેદ, સાતાવદળીય અને ઉચ્ચગોત્ર બાંધે. ઉપરાંતમાં નામકર્મની મનુષ્ય યોગ્ય ૨૦ પ્રકૃતિ બાધે એટલે કુલ તેને ઉર પ્રકૃતિ બંધાય છે. ગામની ૨૦ પ્રકૃતિ આ પ્રમાણે છે - મનુષ્યઢક, પંચેન્દ્રિય જાતિ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, ઔદારિકહિક, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગd, ત્રસદશક.
સમ્યક્ત્વાભિમુખ સાતમી નરકના જીવને વિશેષમાં મનુષ્યક અને ઉચ્ચગોત્રને બદલે તિર્યચઢિક અને નીચગોત્રનો બંધ થાય છે અને ઉધોતનો બંધ વિકલ્પ થતો હોવાથી ઉધોત ન બંધાય ત્યારે ઉર પ્રકૃતિ બાંધે અને ઉધોત બંધાય ત્યારે ૭૩ પ્રકૃતિ બાંધે.
પ્રશ્ન - સાતમી નરક સિવાય શેષ ઇ નરકમાં ઉધોત વિકલ્પ કેમ ન બંધાય ?
જવાબ - ઉધોતના બંધના વિકલ્પો તિર્યય પ્રયોગ્ય બાંધતા થાય છે. 1 થી ૬ નરકવાળા સમ્યક્ત્વભિમુખ જીવો મનુષ્યયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે, તિર્યંચ ચોગ્ય નહીં. માટે તેઓને ઉધોતનો બંધ ન સંભવે, જ્યારે સાતમી નરકનો જીવ તિર્યય યોગ્ય જ બાંધતો હોવાથી તેને ઉધોતનો બંધ સંભથ્વી શકે છે.
આ સિવાયની પ્રકૃતિઓ સમ્યક્ત્વાભિમુખ જીવને બંધાતી નથી. તેથી સમ્યક્ત્વાભિમુખ મનુષ્ય-તિર્યંચને નપુંસકવેદ, શોક, અરતિ, આયુષ્ય-૪, અસાધાવેદનીય, નીચગોત્ર, દેવગતિ સિવાય ગીત-૩, પંચેન્દ્રિયજાત સિવાયની ચાર જાત, ઔદારેક-૨, સંઘયણ-૬, પ્રથમ સિવાયના સંસ્થાન-પ, દેવાતુપૂર્વી સિવાયની ત્રણ આનુપૂર્વી અશુવિહાયોગત, આતપ, ઉધોત, જિનનામકર્મ, સ્થાવર-૧૦, એમ ૪૯ પ્રકૃતિઓ બંધાતી નથી.
૧-૨. જો કે મોહનીયની કુલ ૨૨ અને નામની કુલ દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિ બંધાય છે તો પણ તેની અનુક્રમે ત્રણ અને ઓગણીશ કહેવાનું કારણ બાકીની પ્રકૃતિઓ ધ્રુવબંધીમાં આવી ગઈ છે.
૩. અહિંયા પણ મોહનીયની ૨૨ પ્રકૃતિ બંધાય છે. શેષ પ્રકૃતિઓ ધ્રુવબંધીમાં આવી ગઈ હોવાથી ત્રણ જ કહી છે.
૪. અહિંયા પણ મનુષ્યયોગ્ય ૨૯ બંધાય છે, પરંતુ બાકીની પ્રકૃતિ યુવબંધીમાં સમાઈ જાય છે.