________________
પરિશિષ્ટ-૫
૨૮૯
અદ્ધા પલ્યોપમ = સંખ્યાતા ક્રોડ વર્ષના સમય=૧00 વર્ષના સમય
= સંખ્યાતાવલિકા*૧ આવલિકાના સમયzસંખ્યાતાવલિકા*૧ આવલિકાના સમય = (સંખ્યાતાવલિકાના સમય)
= સંખ્યાત (આવલિકા) આમ ઉદ્ધાર પલ્યોપમને સંખ્યાતાક્રોડ વર્ષ માનીએ તો અદ્ધા પલ્યોપમ સંખ્યાતાવલિકાના વર્ગ જેટલો આવે. પરંતુ અનુત્તર દેવોની સંખ્યા અદ્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ હોવા છતાં અસંખ્ય ઘનાવલિકા જેટલી છે.
અદ્ધા પલ્યોપમ આવલિકાના વર્ગથી સંખ્યાતગુણ હોય તો પછી તેના અસંખ્યાતમાં ભાગરૂપ અનુત્તરવાસી દેવો આવલિકાના ઘનથી અસંખ્યગુણા શી રીતે આવી શકે ? અહીં ઉદ્ધાર પલ્યોપમને અસંખ્યાતા ક્રોડ વર્ષ માનીએ તો ઉપરોક્ત વિસંવાદ ઉભો નહી થાય. ઉદ્ધાર પલ્યોપમને અસંખ્ય ક્રોડ વર્ષ માનીએ ત્યાં અસંખ્ય = આવલિકાના સમયથી અસંખ્યગુણ માનવું પડશે.
બીજું એ કે ઉદ્ધાર પલ્યોપમને સંખ્યાતા ક્રોડ વર્ષ માનીએ એટલે અદ્ધા પલ્યોપમ પણ આવલિકાના વર્ગથી સંખ્યાતગુણ માનવો પડે. તેથી અદ્ધા પલ્યોપમનું વર્ગમૂળ સંખ્યાતાવલિકા પ્રમાણ આવે અને તેનો અસંખ્યાતમો ભાગ લઈએ તો આવલિકાનો અસંખ્યાતમો ભાગ આવે. કર્મપ્રકૃતિના સ્થિતિબંધના અધિકારમાં નિષેકરચનાના દ્વિગુણહાનિસ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગરૂપ કહ્યાં છે. તેથી ત્યાં દ્વિગુણહાનિસ્થાનો આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા માનવા પડે. તે પણ ત્યાં સંગત થતું નથી, કેમકે અબાધાસ્થાનોથી અસંખ્યગુણ નિષેકરચનામાં દ્વિગુણહાનિસ્થાનો કહ્યા છે. અબાધાસ્થાનો અંતર્મુહૂર્ત ન્યૂન ૭ હજાર વર્ષના સમય જેટલા છે. તેનાથી અસંખ્ય ગુણ આવલિકાનો અસંખ્યાતમો ભાગ ન હોઈ શકે. પરંતુ અસંખ્યાતા વર્ષ જ હોઈ શકે. અહીં પણ ઉદ્ધાર પલ્યોપમ અસંખ્યાતા વર્ષ પ્રમાણ માનીએ તો ઉપરોક્ત આપત્તિ નથી આવતી.
માટે ઉદ્ધાર પલ્યોપમના અસંખ્યકોડવર્ષ માનવા યુક્તિસંગત લાગે છે.