________________
(૨૫) શાસનસેવાના સતત મનોરથો તથા ચિંતા... આવા બધા અનેક ગુણોથી ઓપતું વ્યક્તિત્વ... શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ઉપક્રમે સાતે ક્ષેત્રોની ઘણી કાળજી... ચિંતા કરી રહ્યા છે...
નૂતન કર્મસાહિત્યના સર્જનમાં પ્રારંભે ત્રણે મહાત્માઓ ભેગા થઈ પદાર્થ ચિંતન કરતા તેને તેઓ શબ્દોમાં મઢી લેતાં. આ રીતે ખવગસેઢી, ઉપશમનાકરણ બે ગ્રંથોના પદાર્થો તૈયાર થયા. ઉપશમનાકરણનું પછી ગુજરાતીમાં વિવેચન પણ તેઓએ લખ્યું... પણ પછી શરીર સ્વાસ્થ્યનો એવો સાથ ન મળ્યો. તેથી નવું સાહિત્ય અન્યોદ્વારા તૈયાર થયું. ક્ષપકક્ષેણિ-ઉપશમનાકરણના પદાર્થોના સંગ્રહકાર તેઓશ્રી પણ હતાં. વૈરાગ્યમય ઉપદેશ દ્વારા અનેક ભવ્યાત્માઓના સમુદ્ધારક તેઓશ્રીના ચરણોમાં વંદના...
આ ગીતાર્થ મહાત્માઓએ પોતાની પૂરી સમગ્રતા લગાવીને પ્રસ્તુત ગ્રન્થની રચના કરેલી છે અને તેથી ઉપશમનાકરણના પદાર્થોને સ્પષ્ટ કરવામાં સહજ રીતે સફળ થયા છે.
પુણ્યનિધાન પૂ.આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજે પણ ‘કર્મપ્રકૃતિગતમુપશમનાકરણમ્’ નામે ગ્રન્થ રચેલો છે. એ પૂર્વે પ્રકાશિત થઈ ગયેલો છે. પણ પ્રસ્તુત ગ્રન્થ એ ગ્રન્થ કરતા પણ પૂર્વે રચાયેલો છે. પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના પરિશ્રમથી આ ગ્રન્થનું પ્રકાશન શક્ય બન્યું છે. એટલે સહુ કોઈ જિજ્ઞાસુઓ આ ગ્રન્થ પરથી ઉપશમનાકરણનો સૂક્ષ્મબોધ મેળવીને મોહનીયકર્મનો ઉપશમ અને ક્ષય કરવામાં સફળ બનો એવી મંગળ કામના સાથે પ્રસ્તાવના સમાપ્ત કરું છું.
પ્રસ્તાવનામાં પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો એનું ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્...
માસધરનો પવિત્ર દિન વિ.સં. ૨૦૬૪ સુરત
શ્રી સૂરીમન્ત્રના પરમસાધક સ્વ.પૂ. ગુરુદેવ શ્રી જયશેખરસૂરિ મ.નો ચરણસેવક અભયશેખર