________________
(૧૯)
કષાયપ્રાભૃતચૂર્ણિકારોના મતે મોહનીયની ૨૭-૨૮ ની સત્તાવાળો પણ આ સમ્યકત્વ પામી શકે એનો સકારણ વિચાર, પુનરુક્ત-અપુનરુક્ત-અધ્યવસાયો-ખંડો, એક એક સ્થિતિઘાતનો કાળ આવલિકાના સંખ્યામાં ભાગ જેટલો હોય છે, કષાયમામૃતાચૂર્ણિને અનુસરીને ૨૫ વસ્તુઓના કાળનું અલ્પબદુત્વ વગેરે અનેક નવી વાતો પર પ્રકાશ આ અધિકારમાં જોવા મળે છે.
(૨) દેશવિરતિલાભ પ્રરૂપણાઃ આમાં કષાયપ્રાભૃતચૂર્ણિના અનુસાર ૧૮ બોલનું અલ્પબદુત્વ, સ્વામી, સ્થાન અને તીવ્રતામંદતા અંગે વિશેષ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. તથા સત્પદાદિ આઠ અનુયોગદ્વારો વડે દેશવિરતિની પ્રરૂપણા કરવામાં આવી છે. - (૩) સર્વવિરતિ અધિકાર : આમાં અલ્પબદુત્વ, સ્વામી વગેરે પર વિશેષ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. તથા તીવ્રતા-મંદતાના આધારે કરેલી સ્થાપનાને સ્પષ્ટ કરી છે.
(૪) અનંતાનુબંધી વિસંયોજના : આમાં અનિવૃત્તિકરણની પૂર્ણાહૂતિ ક્યારે ? એ વિષય પર સારો વિમર્શ કર્યો છે. તથા ટીપ્પણમાં દૂરાપવૃષ્ટિ અંગેની ચર્ચાનો સમાવેશ કર્યો છે. તથા સપ્રસંગ અનંતાનુબંધી ઉપશમનાનું પણ આમાં નિરૂપણ કર્યું છે.
(૫) દર્શનત્રિકક્ષપણા : જુદા-જુદા પ્રસ્થાપક જીવોની સ્થિતિસત્તામાં સમાનતાનું-વિવિધ તરતમતાઓનું વિશદ સ્પષ્ટીકરણ અહીં કરાયું છે. તથા લબ્ધિમાર વગેરે ગ્રન્થના આધારે વિવક્ષિત નિષેકમાં સત્તાગત દલિક-દીયમાન દલિક અને દશ્યમાન દલિક... આ બધાની સૂક્ષ્મ ગણિતપૂર્વકની વિચારણા મનને ચમત્કૃત કરી દે એવી છે. કૃતકૃત્યવેદકઅદ્ધા સુધીનું ૩૩ બોલનું અલ્પબદુત્વ અને તેમાં પણ એક એક બોલનું સ્પષ્ટીકરણ જિજ્ઞાસુને તૃપ્ત કરી દે છે.
(૬) દર્શનત્રિકની ઉપશમના (શ્રેણીગત ઉપશમ સમ્યકત્વ અધિકાર) ઃ આનો પ્રારંભક કોણ વગેરેની ચર્ચા જુદા જુદા શાસ્ત્રપાઠ દર્શાવવાપૂર્વક અહીં કરી છે.
(૭) ચારિત્ર મોહનીયની ઉપશમના - ઉપશમશ્રેણી અધિકાર : મોહરાજાના એક એક સુભટને જીવ કઈ રીતે ઉપશમાવે છે? એ વખતે તે તે કર્મદલિક પર શું શું અસર પડે છે ? જીવને કયા કયા ગુણો પ્રગટ થાય છે? આ બધાનું ખૂબ જ રોચક નિરૂપણ આ અધિકારમાં કરાયેલું છે. વળી સ્પષ્ટતા માટે વિસ્તાર પણ સારો કરાયેલો છે. જેમકે અનિવૃત્તિકરણના પ્રથમ સમયે સ્થિતિબંધ સાગરોપમ લક્ષ પૃથકત્વ હોય છે. એના પરથી ઘટતાં ઘટતાં અસંજ્ઞી પંચેન્દ્રિય વગેરે તુલ્ય સ્થિતિબંધ થાય છે. પછી પલ્યોપમ, પલ્યોપમનો સંખ્યાતમો ભાગ વગેરે સ્થિતિબંધ થયા પછી અલ્પબદુત્વમાં નામ-ગોત્ર વગેરે કર્મોના સ્થાન કયા ક્રમે બદલાય છે એનું સ્પષ્ટ નિરૂપણ છે. ત્યારબાદ દેશઘાતી બંધનિરૂપણ આવે છે. ત્યારબાદ અંતરકરણ ક્રિયા ને પછી મોહનીયકર્મમાં પ્રવર્તતા સાત અધિકારો ને ત્યાર બાદ નપુંસકવેદ, સ્ત્રીવેદ આદિ ક્રમે મોહનીયની પ્રકૃતીઓને ઉપશમાવવાના અધિકારો અને તે તે પ્રક્રિયા દરમ્યાન આકાર લેતી વિશેષ વાતો.. આ બધાનું કશું અધુરું ન લાગે તેવું પરિપૂર્ણ વિસ્તૃત વર્ણન અહીં કરવામાં આવ્યું છે. પછી અશ્વકર્ણકરણાદ્ધા ને ત્યાર બાદ કિકિરણોદ્ધા... એમાં કિટ્ટિની વ્યાખ્યાઓ, કિષ્ટિનું પ્રમાણ, કિક્રિઓમાં દલ પ્રમાણ, કિઠ્ઠિઓમાં અનુભાગ... વગેરેનું રોચક નિરૂપણ છે. દસમા ગુણઠાણે કિઠ્ઠિઓને વેચવાનો વિધિ