________________
- - - - - - - - - - - નાવીવાર - - - - - - - માટે એનો ત્યાગ કરવા માંગીએ છીએ. એટલે વ્યાત્રિના આવો પાઠ હોય તે વધુ બરાબર ગણાય.
ઉત્તર: આર્યરક્ષિતસૂરિના ગોષ્ઠામાહિલ નામના મામામુનિની આ જ માન્યતા હતી, એ નિદ્ભવ ગણાયા છે. શ્રાવક પાંચ દિવસની છૂટ રાખે છે, એમાં એનો એ રાત્રિભોજન પ્રત્યેનો રાગભાવ કામ કરે છે. રવિવારે બહાર ફરવા જવું, હોટલાદિનું ખાવું... એ એને ગમે છે, માટે એટલી છૂટ રાખે છે. “આ મારે ન કરવું જોઈએ” એવી સાચી સમજણ એની પાસે હોવા છતાં પણ કષાયોદયને પરવશ બનીને એ પાંચ દિવસની છૂટ રાખે છે. એટલે એની પાસે સંપૂર્ણ ભાવવિરતિ નથી જ, એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. - જ્યારે આપણે માત્ર આજીવનની જે પ્રતિજ્ઞા લઈએ છીએ. એની પાછળ કંઈ એવો ભાવ નથી કે “હું મરીને દેવલોકમાં જવાનો, ત્યાં તો મારે ભોગસુખો ભોગવવા છે, સંસારના સુખોની મજા માણવી છે, એટલે હું માત્ર આજીવન પૂરતી પ્રતિજ્ઞા લઉં”
આવો ભાવ જો કોઈને હોય, તો એને સર્વવિરતિપરિણામમાં વાંધો આવવાનો જ.
આપણી ભાવના તો એ છે કે “મૃત્યુ પછીની વાત મારા હાથમાં નથી. જો હું દેવ થાઉં (અને મોટા ભાગે દેવ જ થવાનું હોય છે.) તો ત્યાં તો દેશવિરતિ પણ નથી, એ હું જાણું છું. હું ત્યાં ગમે એટલી ઈચ્છા કરું તો પણ દેશવિરતિપરિણામને પામી શકવાનો નથી જ. એટલે જ જો હું આજીવન કરતા પણ વધારે સમયની બાધા લઉં, તો નક્કી મારી બાધા તૂટવાની જ. તો જે બાધા એકાંતે તૂટવાની હોય, એ બાધા લેવાય કેમ ? એટલે મારે અવિરતિ જોઈતી નથી, મારે ભોગસુખો જોઈતા નથી, છતાં એ મને વળગવાના જ છે. એટલે વ્રતભંગનો દોષ ન લાગે, એ માટે હું આજીવનની બાધા લઉં છું. આજીવનની બાધા તો મારા માટે શક્ય છે જ...”
આમ અહીં કોઈ મલિનભાવના, ભોગસુખવાંછના વગેરે છે જ નહિ, અને એટલે જ એમાં સર્વવિરતિનો પરિણામ પણ બરાબર સંભવે જ છે. એમાં કોઈ વાંધો આવતો નથી.