________________
નીલ- ૯ - - - - - - સવ્વ સવિર્ષ નો પāવવાનિ - ૯ ૯ -------- ન થાય.
અપવાદ : શુભભાવો + અશુભપ્રવૃત્તિ એ સાવદ્ય નથી જ, નિરવઘ છે. એમાં વ્રતભંગ ન થાય.
અશુભભાવો + શુભપ્રવૃત્તિ એ સાવદ્ય છે, નિરવદ્ય નથી. એમાં વ્રતભંગ થાય. અશુભભાવો + અશુભપ્રવૃત્તિ એ સાવદ્ય છે, નિરવદ્ય નથી. એમાં વ્રતભંગ થાય.
હા !
મોટા ભાગે તો શુભપ્રવૃત્તિ શુભભાવવાળી જ હોય છે, ક્યારેક જ આવું બને કે શુભપ્રવૃત્તિ અશુભભાવવાળી હોય.
મોટા ભાગે તો અશુભપ્રવૃત્તિ અશુભભાવવાળી જ હોય છે, ક્યારેક જ આવું બને કે અશુભ પ્રવૃત્તિ શુભભાવવાળી હોય.
આપણે પ્રતિજ્ઞામાં સર્વ સાવદ્યયોગોનો ત્યાગ કરેલો છે ને ? એનો અર્થ જ એ કે આપણે અશુભભાવવાળી અશુભપ્રવૃત્તિઓનો અને અશુભભાવવાળી શુભપ્રવૃત્તિઓનો ત્યાગ કરેલો છે. પરંતુ શુભભાવવાળી શુભપ્રવૃત્તિઓનો (ઉત્સર્ગમાર્ગનો) અને કારણે શુભભાવવાળી અશુભપ્રવૃત્તિઓનો (અપવાદમાર્ગનો) ત્યાગ કરેલો નથી. નિશ્ચયનય તો એમ જ કહેશે કે શુભભાવ એ જ નિરવદ્યયોગ.
અંશુભભાવ એ જ સાવદ્યયોગ. પણ એ એકલા ભાવો પ્રમાણે વ્યવહાર ચાલતો નથી, એટલે વ્યવહાર ઉપર કહ્યા મુજબ માને છે. આમ, સવ્વ સાવM નો પર્વેચ્છામિ શબ્દનો સાર :
(ક) શુભભાવ ન હોય તો પણ શુભભાવ લાવવાના ભાવ સાથે શુભ પ્રવૃત્તિ કરતા જ રહેવું.
(ખ) (શુભભાવ છે.) એનો નિર્ણય બાહ્ય શુભપ્રવૃત્તિઓથી થાય. જ્યાં શુભપ્રવૃત્તિ નથી, ત્યાં પ્રાયઃ શુભભાવનો સંભવ નથી. | (ગ) શુદ્ધ ઉત્સર્ગ અને શુદ્ધ અપવાદ એ બંને નિરવદ્યયોગ છે. અપવાદને સાવઘયોગ ન માનવો. કેમકે કષાયાદિ મલિનભાવવાળો યોગ જ સાવદ્યયોગ કહેવાય છે, અને એનો જ આપણે બધાએ ત્યાગ કરવાનો છે, એની જ આપણે પ્રતિજ્ઞા લીધી છે.
આમાં હજી પણ ઘણી વાતો વિચારી શકાય છે. જિજ્ઞાસુઓએ ગીતાર્થોને એ અંગે પૃચ્છા કરવી.