________________
ના ---- ----- ----- સવ્વ સાવM નો પશ્ચરિવામિ ----------- ----
અભ્યાસાદિ માટે આજે પુસ્તકો રાખવા પડે, અતિઠંડીમાં ધાબડાદિ પણ વાપરવા પડે. આ બધું વધારાનું રાખે એટલે શું સાધુ પાંચમા મહાવ્રતની પ્રતિજ્ઞાનો ભંજક ગણાશે ? એમ માંદગી વગેરેના લીધે દવાઓ પાસે રાખવી પડે, આ રીતે રાત્ર સંનિધિદોષ સેવવો પડે. તો શું એટલા માત્રથી જ એ સાધુ પ્રતિજ્ઞાભંજક ગણાશે? એણે રાત્રિભોજન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધેલી ને ?
જો સવ્વ સાવિન્ન નો પવરવામિ થી તમામે તમામ સાવદ્યયોગોનો ત્યાગ કરવાનો જ હોય, તો શાસ્ત્રોએ આ બધા કાર્યો સાવદ્ય = નિંદનીય કહ્યા જ છે, એટલે આપણે એ બધાનો ત્યાગ કરવો જ પડે. પણ આપણે બધા અનેક આવા સાવદ્યો આચરીએ છીએ. તો પછી આપણે બધા પ્રતિજ્ઞાભંજક જ બની રહ્યા ને ?
ઉત્તર ઃ વૃત્તિકાર મહર્ષિએ અવદ્ય = નિંદનીય કાર્ય એમ જણાવ્યું છે. પણ નિંદનીય એટલે શું? કઈ વસ્તુ નિંદનીય બને? શું જે વસ્તુનો શાસ્ત્રોમાં સીધે સીધો નિષેધ હોય તે વસ્તુ નિંદનીય બને ? જો એમ હોય તો તમે કરેલા પ્રશ્નો પ્રમાણે લગભગ તમામ સાધુઓને પ્રતિજ્ઞાભંજક માનવાની આપત્તિ આવવાની. રે ! કોઈક તો એમ પણ કહેશે કે “આ પ્રતિજ્ઞા બોલતી વખતે જ વાયુકાયની હિંસા થાય છે, અને એ સાવદ્ય છે. એટલે સાધુ પ્રતિજ્ઞા લેતી વખતે જ પ્રતિજ્ઞાનો ભંજક બની રહે...
* આ બધી ગેરસમજો દૂર થાય એ માટે જ અવદ્ય શબ્દની વધુ સ્પષ્ટ વ્યાખ્યા વૃત્તિકારશ્રીએ દર્શાવી છે કે ક્રોધાયો વા વત્વા:, અવનિતિ વર્તતે, सर्वावद्यहेतुत्वात् तेषां कारणे कार्योपचारात् । सह तेन - अवद्येन यस्तु योगः य एव व्यापारः, असौ सावध इत्युच्यते ।
ક્રોધાદિ ચાર કષાયો એ અવદ્ય છે. કેમકે ચાર કષાયો બધા જ અવદ્યોનું પાપકર્મબંધોનું કારણ છે. એટલે કારણભૂત કષાયોને જ અવદ્ય કહ્યા છે. આ કષાયો રૂપી અવદ્યવાળી મન-વચન-કાયાની પ્રવૃત્તિ એનું નામ સાવદ્ય.
બધા અનુષ્ઠાન એકાંતે નિંદનીય નથી કે એકાંતે પ્રશંસનીય નથી. ખરાબ દેખાતા એવા જે અનુષ્ઠાનોમાં ચાર કષાયોમાંથી કોઈપણ એક કષાયનો ભાવ – મલિનભાવ ભળેલો હોય તો જ એ યોગ સાવદ્ય - નિંદનીય બને છે. - નિષ્કારણ આધાકર્મી વાપરે, એના એ યોગમાં આસક્તિભાવ = લોભોદય ભળેલો છે, માટે એ યોગ સાવદ્ય બને. પણ ગાઢકારણસર આધાકર્મી વાપરે, એ પણ સાજા થઈ વધુ સંયમ પાળવા માટે, આર્ત- ધ્યાનાદિ નિવારણ માટે વાપરે... તો એ યોગમાં કષાયભાવ ભળેલો નથી, ઉર્દુ કષાયોનો ક્ષયોપશમ ભળેલો છે. એટલે આધાકર્મી વાપરવું એ વખતે સાવદ્ય છે જ નહિ. અને એ સાવદ્ય નથી, માટે જ તો આવા કારણિક ના નાનાના-ઉલ------------ ૯૧ --------------------