________________
નીલ--૯-૯-૯-૨૯--૯- સવ્વ સવિર્ષ નો વિશ્વામિ અલઅલ--૯-૯-૨૯- ૦૯-૨૯છું. બહાર પ્રવૃત્તિ ખરાબ રાખું અને અંદર સામાયિક હોવાની વાત કરું... એવો હું કપટી નથી. -
આમ બાહ્ય-અશુભ પ્રવૃત્તિઓના ત્યાગની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરવા દ્વારા ગણધરમહારાજાઓ વ્યવહારની પણ મહાનતા દર્શાવી રહ્યા છે. નિશ્ચયને જ સર્વસ્વ માનીને વ્યવહારની ઉપેક્ષા કરવાની ગંભીર ભૂલ કોઈ ન કરી બેસે, એ માટે લાલબત્તી છે.
પાપત્યાગની પ્રવૃત્તિ અને સામાયિકની પરિણતિ વચ્ચે બે ગાઢ સંબંધ છે. (૧) પાપત્યાગની પ્રવૃત્તિ એ સામાયિક પરિણતિનું કારણ છે. (૨) પાપત્યાગની પ્રવૃત્તિ એ સામાયિક પરિણતિનું કાર્ય છે. પાપત્યાગની પ્રવૃત્તિ હોય તો સામાયિક પરિણતિ પ્રગટે, વધે. સામાયિકપરિણતિ હોય, તો પાપત્યાગની પ્રવૃત્તિ પ્રગટે જ, વધે જ. આમાં પહેલી બાબત અંગે પ્રથમ વિચાર કરીએ. * પાપત્યાગની પ્રવૃત્તિ એ સામાયિકપરિણતિનું કારણ છે.
અંદર આસકિત હોય તો પણ વિગઈઓ, મીષ્ટાન્ન, ફળો, ફરસાણ.. આ બધું ન વાપરવાની પ્રવૃત્તિ એ ધીરે ધીરે અનાસક્તિભાવને પ્રગટાવી આપે.
અંદર વાસના હોય તો પણ વિજાતીયદર્શન, વિજાતીય પરિચય, અનુચિતસાહિત્યોનું વાંચન... આ બધું ન કરવાની પ્રવૃત્તિ અંદર બ્રહ્મચર્યપરિણામને પ્રગટાવી આપે.
અંદર ઈર્ષ્યા ભરેલી પડી હોય તો પણ પ્રતિસ્પર્ધીના ગુણોની અનુમોદના, પ્રતિસ્પર્ધીના કાર્યોમાં સામે ચાલીને સહાયક બનવું, પ્રતિસ્પર્ધીની નિંદા અટકાવવી... આવા પ્રકારની પ્રવૃત્તિ મૈત્રીભાવને પ્રગટાવી આપે.
અંદર સુખશીલતા ધરબાયેલી હોય તો પણ ઉભા-ઉભા પ્રતિક્રમણ કરવાની, નિર્દોષ ગોચરી માટે ઘરે-ઘરે પર્યટન કરવાની, ઉંઘ ઘટાડી-ઘટાડીને સ્વાધ્યાયાદિ સાચવવાની પ્રવૃત્તિ એ અપ્રમત્તતાને પ્રગટાવી દે.
અંદર શિષ્યની, વ્યાખ્યાનની સ્પૃહા હોય તો પણ બહાર “એ બંને ગુરુ કહે તો જ કરવાના' એવી બાધા, “જાતે શિષ્યાદિ નહિ કરવાના” એવી બાધા, બીજાઓને શિષ્યાદિ કરાવી આપવાના... આ બધી પ્રવૃત્તિ ખરેખર નિઃસ્પૃહતાને જન્મ આપી દે.
અંદર ગુરુ પ્રત્યે અસદ્ભાવ હોવા છતાં ગુરુના ગુણો ગાવાની, ગુરુની સાથે રહેવાની, ગુરુની સેવા કરવાની પ્રવૃત્તિ ગુરુ પ્રત્યે બહુમાન જન્માવી દે. અંદર દેવભક્તિના ભાવ ન ઉછળતા હોય તો પણ બહાર સ્તુતિઓ, સ્તવનો
૯-કલા-જલ - ૯ ૯ ૯ - ૮૫ ૯ કલા જ ર ૯૯ ૯ ૨૯ ૨૯-૦૯૯૦૯૯