________________
* * * * . મહાવતો
છે જ પાછું પુછવામાં આવે કે “મોક્ષ શેનાથી મળે?” તો બધા એક જ ઉત્તર આપશે કે તમામ કર્મોનો ક્ષયથી.”
પાછું પુછવામાં આવે કે “તમારે ખરેખર શું જોઈએ છે?” તો બધા એક જ ઉત્તર આપશે કે “માત્ર ને માત્ર કર્મક્ષય! આત્મગુણોનો લાભ! આત્માના દોષોનો નાશ!”
પાછુ પુછવામાં આવે કે “બીજું કંઈ જ ન મળે તો ચાલશે ને? તમારો મોક્ષ અટકી નહિ જાય ને ?” તો બધા એક જ ઉત્તર આપશે કે “ના, બીજું કંઈપણ ન મળે તો ચાલશે.”
પાછું પુછવામાં આવે કે “તો શિષ્યો ન મળે તો ચાલશે? પ્રશંસાના શબ્દો ન મળે તો ચાલશે ? ગોચરીમાં અનુકૂળ વસ્તુઓ ન મળે તો ચાલશે ? મોટી વ્યાખ્યાનસભાઓ ન મળે તો ચાલશે ? ભક્તો મળવા ન આવે તો ચાલશે ? ગુરુનો ડાબો હાથ કે જમણો હાથ બનવા ન મળે તો ચાલશે? લોકપ્રિયતા-ગચ્છપ્રિયતા ન મળે તો ચાલશે? આમાંનું કંઈ ન મળે તો મોક્ષ કે નિર્જરા અટકી જ જાય એવું તો નથી ને ? “તો બધા એક જ ઉત્તર આવશે કે” ના, મોક્ષ માટે આમાંની એક પણ વસ્તુ અનિવાર્ય નથી.”
બસ,
જો આટલું સમ્યગ્દર્શન પ્રત્યેક સંયમી પાસે દઢ હોય તો એને ગુરુ પક્ષપાતી લાગે જ શી રીતે ? ગુરુ પક્ષપાતી લાગવામાં તો બધી બાહ્ય વસ્તુઓ જ કારણભૂત છે. અને એની તો આપણને જરુર જ નથી. તો ગુરુએ એ આપણને આપી તોય શું ? અને ન આપી તોય શું ?
બોલો, ગુરુએ અમુકને વધુ કર્મનિર્જરા આપી દીધી અને આપણને ઓછી આપી એવું બન્યું? ગુરુએ અમુકને ક્ષમાગુણ વધારે આપી દીધો અને આપણને ક્રોધગુણ આપ્યો એવું બન્યું? ગુરુએ અમુકને છઠું ગુણસ્થાન વહેલું આપી દીધું અને આપણને ન આપ્યું એવું બન્યું?
ગુરુએ અમુકના કામાદિદોષોનો નાશ કરી દીધો અને આપણા દોષોનો નાશ ન કર્યો એવું બન્યું?
ભલા, આ બધું ગુરુના હાથમાં છે જ ક્યાં ? આ બધુ તો આપણા આત્માની પાત્રતાને આધીન છે. બાકી બધા પદાર્થો તો નિમિત્ત માત્ર છે.
અને પક્ષપાતની ફરિયાદ કરનારાઓ પણ ભૌતિક વસ્તુઓની અપેક્ષાએ જ ફરિયાદ કરતા હોય છે ને ? “ગુરુ શા માટે પક્ષપાતી લાગ્યા ?” એ પ્રશ્નના ઉત્તરમાં ભોતિક વસ્તુઓનો જ ઉલ્લેખ થાય છે ને ? > એને શિષ્યો, વ્યાખ્યાન આપ્યા, મને શિષ્યો, વ્યાખ્યાન ન આપ્યા. એને બાજુમાં બેસાડ્યો, મને બાજુમાં ન બેસાડ્યો. એને જન જ ન -જન જા - - - - ૬૨ - - - - - - - - - - - -