________________
- - - - - - -
- - -
- - - - ૯ !
૯૯૦૯૯
૨૯ ૯૯૦૯૯
નાની નાની વાતોમાંય વિક્ષેપ કરે. ઉંમરાદિના કારણે એમને ઓછી ખબર પડે છે, ભૂલી જાય છે. આવું હોય તો એમણે શિષ્યો પર વિશ્વાસ મૂકી એમને એમના ક્ષયોપશમ પ્રમાણે બધું કરવા દેવું જોઈએ. એમાં વારંવાર ટોક-ટોક કરવાનો કશો અર્થ નથી. પણ આ સ્વભાવ એમનો સુધરતો નથી. બધી બાબતોમાં કચકચ થયા જ કરે. હવે આવા ગુરુને પરત– રહેવાથી તો હેરાનગતિ જ વધવાની ને ?
(ઘ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “અમારા ગુરુમાં ક્રોધ-કડવાશ ભારે ! વગર વાંકે ધમકાવી નાંખે, જેમ તેમ બોલે, લોકોની હાજરીમાં પણ ઉતારી પાડે, રે ! ગુસ્સો વધી જાય તો લાફો પણ મારી દે. અને અપશબ્દો તો એવા બોલે કે સાંભળી ન શકીએ. હૈયામાં તિરાડ પડી જાય... હવે શી રીતે આવા ગુરુ પ્રત્યે સદૂભાવ ટકે? આવા ગુરુને આધીન રહીને શું મળવાનું અમને ?
(ચ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “અમારા ગુરુ માંદા ખૂબ રહે છે. એમની પાસે રહીએ, તો પુષ્કળ સેવા કરવી પડે. આખો દિવસ કામ, કામ ને કામ! એક પાનું પણ વાંચી ન શકાય. થાકીને લોથ થઈ જઈએ. અભ્યાસ તો બિલકુલ ન થાય. એના કરતા એક-બે સાધુઓને કે શ્રાવકોને સોંપી દઈ અમે જૂદા વિચારીએ તો શું ખોટું ? એમાં સ્વાધ્યાયાદિ તો થાય...” . - (છ) કેટલાક શિષ્યોની ફરિયાદ છે કે “ગુરુ પાસે રહીએ તો વ્યાખ્યાન કરવા ન મળે, કેમ કે ગુરુ પોતે જ વ્યાખ્યાન કરે છે. વળી ગુરુની સાથે બીજા ઘણા વડીલ વ્યાખ્યાનકારો છે. એટલે પણ અમારો નંબર ન લાગે. કદાચ નંબર લાગે તોપણ બીજા બધા વ્યાખ્યાનકારોની સામે અમારા વ્યાખ્યાન તો સાવ જ ઝાંખા પડે. એટલે અમને આગળ વધવાની તક ન મળે. જે નવા મુમુક્ષુઓ આવે, તે પણ ગુરુ પાસે કે વડીલો પાસે ખેંચાય. અમારું પુણ્ય, શક્તિ, સંયમ, તપાદિ નબળા હોવાથી મુમુક્ષુઓ અમારી તરફ ન ખેંચાય. અમે જુદા હોઈએ, તો અમે જ મુખ્ય હોઈએ. એટલે નવા મુમુક્ષુઓ બીજે ક્યાંક ખેંચાઈ જવાનો પ્રશ્ન જ ન નડે. બધું અમારા હાથમાં!...
ઉત્તર : આટલી બધી ફરિયાદો તે કરી, “એ સાચી છે” એમ પણ માની લઈએ. પણ તમે મને એટલું કહો કે આમાં શું એકપણ ફરિયાદ એવી છે ? કે “મારા ગુરુ મહાવ્રતોની બાબતમાં ગરબડવાળા છે. મોટી ભૂલો કરી છે અને કરે છે, ચતુર્થ મહાવ્રતના પણ પાયા હલી ગયા છે.”
જો ના! તો એનો અર્થ એ થયો કે આ બધી ફરિયાદો ગુરુના ઉત્તરગુણસંબંધી કોષોની છે. મૂલગુણસંબંધી દોષોની નથી જ.
તો પછી એ દોષોને લીધે ગુરુનો ત્યાગ કરી શકાય નહિ. કેમકે પંચાશકકાર ૪૯૯૯ - - - - - - - - - - - - - - - ૫૭ - - - - - - - - - - - - - - - -