________________
મહોપાધ્યાયજીએ ૩૫૦ ગાથાના સ્તવનમાં ગુરુપારતન્યના લાભો વર્ણવતી એક ઢાળ બનાવી છે. એમાં શાસ્ત્રપાઠો અને ગુરુપારતન્ય ન પાળવાના નુકસાનો પણ દર્શાવેલા છે. એ ઉપયોગી હોવાથી અહીં એ ઢાળના ઉપયોગી અંશો જોઈ લઈએ.
વિષમકાળને જોરે કોઈ ઉડ્યા જડ મલધારી રે. ગુરગચ્છ છાંડી મારગ લોપી કહે અમે ઉગ્રવિહારી રે,
વિષમકાળના પ્રતાપે કેટલાક જડ અને શરીર-વસ્ત્રાદિનો મેલ ધારણ કરનારાઓ ઉભા થયા છે. તેઓ પોતાના ગુરુને અને ગચ્છને છોડીને, મોક્ષમાર્ગને લોપીને સ્વતંત્ર વિચરે છે. તેઓ કહે છે કે “અમે ઊંચુ સંયમ પાળવા માટે આ બધું કરીએ છીએ.”
ગીતારથ વિણ ભૂલા ભમતા, કરે કષ્ટ અભિમાને રે. પ્રાયે ગ્રન્થિ લગે નવિ આવ્યા, તે ઍપ્યા અજ્ઞાને રે,
ગીતાર્થગુરુ વિના ચારે બાજુ ભમતા તેઓ ઘોર તપ, ઘોર સંયમ પાળે છે અને એ બધુ જ અભિમાનથી કરે છે. અજ્ઞાનમાં ખૂંપેલા આ જીવો પ્રાયઃ મિથ્યાત્વી જાણવા.
કોઈ કહે ગુર ગચ્છગીતારથપ્રતિબંધ શું કીજે રે, દરિસન, જ્ઞાન, ચરિત આદરીએ આપે આપ તરીજે રે.
કેટલાકો કહે છે કે ગીતાર્થગુરુ અને ગચ્છની સાથે જ રહેવાની શી જરૂર ? જુદા રહીએ અને દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરી આપણે જાતે જ સંસાર તરી જઈએ.
નવિ જાણે તે પ્રથમ અંગમાં આદિ ગુરુકુલવાસો રે, કહ્યું ન તે વિણ ચરણ વિચારો પંચાશકનય ખાસો રે.
એ લોકો જાણતા નથી કે આચારાંગસૂત્રની શરૂઆતમાં જ કહ્યું છે કે “સાધુએ ગુરુકુલવાસમાં જ રહેવું જોઈએ. અર્થાત્ ગુરુ અને ગચ્છની સાથે રહેવું જોઈએ...”
પંચાશકમાં કહ્યું છે કે “ગુરુપારતત્ય જેની પાસે નથી, એની પાસે ચારિત્ર નથી.” નિત્યે ગુરુકુલવાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે. તેહને અપમાને વળી તેહમાં પાપશ્રમણપણે દાખ્યું રે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે વસે ગુજૂને નિવં સદા ગુરુગચ્છની સાથે રહેવું.
જે શિષ્યો ગુરુકુલવાસનું, ગુરુનું અપમાન કરે છે તેઓ પાપી સાધુ છે. દશવૈકાલિક ગુરશ8ષા તસ નિંદાફલ દાખ્યા રે, આવંતિમાં દ્રહ સમ સર મુનિગણ મચ્છ સમ ભાખ્યા રે.
દસર્વેમાં કહ્યું છે કે “ગુરુની સેવા કરનારાઓને આલોક, પરલોક, પરલોક સુધીના બધા જ ફળો મળે છે. ગુરુની નિંદા કરનારાને અનંત સંસારની ભેટ મળે છે.”
આચારાંગસૂત્રના આનંતિ અધ્યયનમાં કહ્યું છે કે “ગુરુ સરોવર છે, સાધુઓ માછલા જેવા છે.” માછલાઓ જો સરોવર છોડી દે, તો મૃત્યુ જ પામે. એમ સાધુઓ જો ગુરુને છોડી દે તો એમનો સંયમપરિણામ ખતમ જ થાય.
વિનય વધે ગુરુ પાસે વસતા એ જિનશાસનમૂલો રે. દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ શુભરાગે અનુકુલો રે.
ગુરુ પાસે રહેવાથી વિનય વધે, એ વિનય જિનશાસનનું મૂળ છે. તથા ગુરુ પાસે રહેવાથી સમ્યગ્રદર્શન નિર્મળ બને. ઉચિત પ્રવૃત્તિઓ આચરતા આવડે. ગુર્વાદિ પ્રત્યે બહુમાનભાવ પ્રગટ થાય. જ ન જ લાલજી ૫૧ ૦૯-૦૯-૯-૦૯--૯