________________
કરનાર કોઈ ન હોવાથી વૈયાવચ્ચ કરવાનો ઉલ્લાસ પણ એમને બહુ ન થાય.
આ બધાના કારણે ગ્લાનસાધુએ ઘણી પીડા ભોગવવી પડે, આર્તધ્યાન થાય “સાથેનાં સાધુઓ મારી કાળજી કરતા નથી. સ્વાર્થી છે..” વગેરે વિચારો આવે. તો આ રીતે સાધુઓ પ્રત્યે અસદૂભાવ થવાથી સમ્યક્ત્વ પણ મલિન બને. મરીચિની જેમ શિષ્યો કરવાની વૃત્તિ પણ જાગે, એ માટે ભવિષ્યમાં ઉસૂત્રો બોલવાના પાપ પણ ઊભા થાય... આ બધું શક્ય તો છે જ ને ?
(૨) ભૂદા વિચરનારાઓનું સમ્યકત્વ પણ જોખમમાં ! દિગંબરમતવાળા, વિપશ્યનાવાળા, રાજચન્દ્રવાળા કે કહાનજી સ્વામીવાળાઓ આવીને નિશ્ચયનયની ઊંચી ઊંચી વાતો કરે. ક્રિયાકાંડની તુચ્છતા દર્શાવે અણપઢ સાધુઓને એ બધું સોહામણું લાગે અને તેઓના કહેવા પ્રમાણે ધ્યાન ધરવા બેસે, એમાં મજા આવે તો ધીરે ધીરે ક્રિયાઓ છોડી દે... જૈનદર્શનના પદાર્થો ઉપરની શ્રદ્ધા ડગી જાય... એમ આજે વૈજ્ઞાનિક માન્યતાઓનું આક્રમણ પણ ઓછું નથી. જૈનદર્શનને જે વસ્તુઓ બિલકુલ માન્ય નથી, તે વસ્તુઓ પણ જાત-જાતના તર્કો દ્વારા આજના વિજ્ઞાને સાચી સાબિત કરી દીધી છે. હવે આ બધું સાંભળીને તો સાધુને એમ થાય કે “આપણું જૈનદર્શન ખોટુ! અથવા તો આપણા શાસ્ત્રકારો છદ્મસ્થ હતા, એટલે ખોટું લખી બેઠા.” આમ જિનાગમો પ્રત્યેની અને પ્રાચીન મહાપુરુષો પ્રત્યેની શ્રદ્ધા ખલાસ થાય. - હવે જો સમ્યકત્વ જ ખતમ થાય, તો પછી બાકીની ચારિત્રક્રિયાઓનો લાભ શું ?
પણ જો ગુરુ સાથે હોય તો એમના શાસ્ત્રબોધના આધારે બધી ભ્રમણાઓનો ખુડદો બોલાવી દે. દિગંબરાદિ દરેક મતનું સમાધાન આપી દઈ શિષ્યની આગમશ્રદ્ધાને વધુ ને વધુ મજબૂત બનાવી દે. વૈજ્ઞાનિકો આવે કે ગમે તે આવે, શિષ્યની શ્રદ્ધારૂપી દિવાલ ગુરુના જોરે અભેદ્ય બની રહે.
(ઠ) શિષ્યો ગુરુ સાથે રહે, જુદા ન રહે તો એનો મોટામાં મોટો લાભ જિનશાસનને અને જૈનસંઘને છે. તે આ પ્રમાણે – સામાન્યથી એક વૃદના બધા સાધુઓનો આચાર અને પ્રરૂપણાઓ લગભગ સમાન હોય. એક ગુરુ બધાને જે જે આચારો પાળવાનું કહે અને બધાને જે જે પ્રરૂપણાઓ કરવાનું કહે એ બધામાં એક સરખી જ થાય ને ?
વૃંદ બદલાય તો આચાર અને પ્રરૂપણા બંને બદલાય.
હવે ધારો કે ૬૦ સાધુઓ સાથે રહે, તો ૬૦ નો આચાર એક સરખો અને એમની પ્રરૂપણા પણ એક સરખી ! એટલે એમની પાસે આવનારા શ્રાવકો-શ્રાવિકાઓ વગેરેને એક સરખો આચાર અને એક સરખી પ્રરૂપણા પ્રાપ્ત થવાથી એમાં દઢ શ્રદ્ધા બેસે. એટલે જ એ બધું જલદી સ્વીકારી શકે.