________________
! ***
વચ્ચે એ પાપ ન કરી શકે.
તેઓશ્રી જ ફરમાવે છે કે “વિસેળ નહુસા સુહા ઞસુહા ય નીવરિળામા । જો અમુર્તિનો વપ્ન આતંવળ લલ્લું । જીવને એક જ દિવસમાં સારા અને ખરાબ ઘણા પ્રકારના ભાવો જાગે. હવે જો તે ગુરુથી જુદો વિચરતો હોય તો શક્ય છે કે જ્યારે એને ખરાબ વિચારો આવે ત્યારે જો એને એવું ખરાબ નિમિત્ત મળી જાય તો પાપ કરી પણ બેસે. સાધુપણું પણ છોડી દે.
આ જીવને દિવસ દરમ્યાન સારા પરિણામો પણ આવે છે. એનો મતલબ જ એ કે આ જીવ કંઈ અભવી કે દુર્ભવી જેવો અપાત્ર નથી. કર્મોદયથી ખરાબ વિચારો જાગે છે. પણ એ વખતે જો એ ગુરુગચ્છની સાથે હોય તો કોઈ પાપ કરી ન શકે, અને એટલે જ બચી જાય. માનસિકપાપોનું પ્રાયશ્ચિત્ત કરીને નિર્મળ બની જાય, શુભભાવો જાગે તો છે જ. એટલે સંયમપરિણામોની રક્ષા આ રીતે થઈ જાય. પણ ગુરુ-ગચ્છ સાથે ન હોય, તો પાપ કરી બેસે, પછી ઘોર પશ્ચાત્તાપ પણ થાય, કદાચ આત્મહત્યા પણ કરી બેસે, કદાચ કોઈને કહ્યા વિના ઘરે પણ જતો રહે.
રે ! આ તો એવું પણ બને કે નિર્મળ બ્રહ્મચર્ય પાળનારો પણ જો ગુરુથી જૂદો વિચરતો હોય તો ક્યાંક આડા-અવળા નિમિત્તો પામી પતન પામી જાય અને વાસનાગ્રસ્ત સાધુ પણ જો ગુરુની સાથે રહે‘તો તમામ પાપોથી બચી જાય.
સંસારના મુગ્ધ બેનોમાં સમજણ ઓછી હોય, ગમે તેવા વસ્ત્રો પહેરીને ગમે તે સમયે ઉપાશ્રયોમાં આવે. પચ્ચકખાણ લેવા કે સાંસારિક ફરિયાદો ૨જૂ ક૨વા કે મોટા તપમાં ઊભી થયેલી અશાતાના નિવારણ માટે દવાદિ લેવા કે એવા પણ કોઈક બીજા કારણોસર આવી ચડે. ખરેખર એ બેનોના મનમાં કોઈ પાપ ન પણ હોય, સાધુ પ્રત્યેની શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસથી અને મોહનીય કર્મોની ભયાનકતાની અજ્ઞાનતાના કારણે એ બેનો આ રીતે એકલા પણ ઉપાશ્રયમાં આવી ચડે... બીજી બાજુ સાધુ પણ સારો હોય, સંયમજીવન નિર્મળ જીવવાની ખેવનાવાળો હોય... આમ બંને પક્ષે નિર્દોષતા હોય, પણ નિમિત્ત પોતે જ એક મહાન દોષ છે. મોહનીયકર્મ પોતે જ એક મહાન દોષ છે. આ વસ્તુ એ બંને નિર્દોષોને ગમે ત્યારે દોષિત બનાવી દે.
એ પછી ?
દોષિત બનેલા તેઓ જો નિષ્ઠુરતાનો ભોગ બને તો વધુ ને વધુ દોષિત બનતા જ જાય. પૂર્વે કહ્યું તેમ છળ-કપટ-જૂઠ વગેરેનો આશરો લેતા જાય...
જો નિષ્ઠુર ન બને તો છેવટે કાં સંયમત્યાગ કે કોઈક વળી જીવનત્યાગ પણ કરી બેસે. આમાંથી ગમે તે બને, બધું જ મહાહાનિકારક છે.
૪૭ ***