________________
શ્રુતજ્ઞાન છે માત્ર પાણી! ચિંતાજ્ઞાન છે દૂધ! ભાવનાજ્ઞાન છે અમૃત!
ગુરુથી જુદા રહેનારાઓ અમૃત અને દૂધ ગુમાવે છે, માત્ર પાણી પામે છે. એ પણ થોડી ઘણી અભ્યાસ કરવાની શક્તિ હોય તો! નહિ તો એ પણ ગુમાવે. - (ઘ) જો શિષ્યો ગુરુ પાસે રહે તો સવાર-સાંજ ગુરુના વસ્ત્રોનું પ્રતિલેખન કરે, ગુરુના વસ્ત્રોનો કાપ કાઢે, માંદગી વગેરેમાં ગુરુની સેવા કરે, ગુરુના માત્રાદિ પંરઠવવાનો લાભ મળે, ગુરુનો સંથારો પાથરવાદિ કાર્યો કરે, ગુરુ પત્રાદિ લખવા આપે કે બીજા પણ ઘણા કામો સોંપે તો એ બધું પણ કરે... આમ અનેક પ્રકારે ગુરુની વૈયાવચ્ચ કરવાનો અપૂર્વલાભ મળે. વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. વિદ્વત્તાદિની શક્તિને પચાવી આપે એ માટેની પાચકગોળી છે, વાસનાઓનો તો ખાત્મો બોલાવી દેનાર અણમોલ ઔષધ છે.
વળી ગુરુની સાથે ઘણા સાધુઓ હોય એટલે કોઈક બાળ, કોઈક વૃદ્ધ, કોઈક ગ્લાન.. અનેક પ્રકારના સાધુઓ હોવાના. એ બધાની વૈયાવચ્ચનો પણ લાભ મળે.
હવે જે શિષ્યો ગુરુથી વેગળા વિચરે તેઓને તો ગુરુની કે ગચ્છના આ બધા સાધુઓની વૈયાવચ્ચ કરવા ન જ મળે. પરિણામે મોહનીયનો ક્ષયોપશમ દુઃશક્ય બને, પરિણામે જીવનમાં ઘણા બધા દોષો પ્રવેશે અને છેલ્લે સાધુજીવન હારી બેસે.
(ચ) ગુરુની સાથે રહે તો ગુરુના ઠપકા પણ સાંભળવા પડે. ગુરુની વારંવાર ટકોર પણ સાંભળવી પડે, ગચ્છમાં પણ કંઈ પોતાનું ધાર્યું તો કરી જ ન શકાય, એટલે ઘણી બધી બાબતોમાં સહન કરવાનું, ગળી જવાનું આવે... આ બધામાં ક્ષમાગુણનો વિકાસ થાય: જે છૂટા રહે છે, એમને નથી ગુરુના ઠપકા કે ટકોરો. કે નથી તો ગચ્છની રોકટોક! એટલે તેઓ જેમ ફાવે તેમ વર્તી શકે. ક્ષમાગુણનો ખરો વિકાસ તો ત્યાં જ છે કે જ્યાં ક્રોધ લાવી દેનારા નિમિત્તો વચ્ચે પણ ક્રોધ ન આવવા દેવો... આ સાધના ગુરુ પાસે રહેવામાં જ પ્રાપ્ત થાય છે.
માત્ર ક્ષમા જ નહિ, નમ્રતા-સરળતા વગેરે ગુણો પણ ગુરુ પાસે રહેવાથી સુલભ બને છે. ત્યાં ગુરુની સામે અને વડીલાદિની સામે નમ્ર બનવું પડે, તથા ગુરુ શુદ્ધ આલોચના કરાવે, એ માટેની સુંદર પ્રેરણાઓ કરે.. એટલે શિષ્યને પણ આલોચનાદિ કરવાનું મન થાય, એ પણ નિર્દભપણે પોતાના અપરાધો ગુરુને જણાવે...આ રીતે સરળતા ગુણ પણ વિકસે.
(છ) સૌથી અગત્યનો લાભ છે ! ગુરુની સાથે રહે તો આડા-અવળા પરિચય કરી