________________
નાશનલ-લ-લ-લ--૯-૯-૯-૯-૨લ----- !---------------
પ્રશ્ન : આ તો તમે નવી વાત લાવ્યા? ઉગારચિહનને = સંબોધનવાચક ચિનને વળી ગુરુ-પારતત્ય સાથે શું લેવા દેવા ? કંઈ સમજ પડે એવું બોલો.
ઉત્તર : જ્યારે આપણે કોઈને બોલાવીએ, ત્યારે એ સંબોધન કહેવાય. એ સંબોધનને દર્શાવવા માટે લખાણમાં એ સંબોધનના નામની પછી ! આ ઉગારચિહ્ન મૂકવામાં આવે છે. ( દા.ત. “ચેતનભાઈ ! તમે વ્યાખ્યાનમાં જઈ આવ્યા ?” તો અહીં ચેતનભાઈને સંબોધન કરીએ છીએ, એ દર્શાવવા માટે આ ચિહન મૂકાય છે.
હવે એ કહો કે સામાન્યથી સંબોધન કોને કરવામાં આવે ? જે આપણી નજર સામે સાક્ષાત હાજર હોય એને જ આપણે સંબોધન કરીએ ને ? જે આપણી નજર સામે ન હોય, તેને આપણે સંબોધન કરતા નથી. દા.ત. ચેતનભાઈ સામે હાજર નથી, પણ વિરલભાઈ છે. તો આંપણે એમ પૂછશું કે “વિરલભાઈ ! ચેતનભાઈ વ્યાખ્યાનમાં જઈ આવ્યા ?” અહીં વિરલભાઈ સામે હાજર હોવાથી એમને સંબોધન કરીએ છીએ, ચેતનભાઈ સામે હાજર ન હોવાથી એને સંબોધન કરતા નથી.
હા ! દુઃખોથી, રોગોથી પીડાતો માણસ રાડો પાડતો હોય છે કે “હે ભગવાન ! હે મા ! હે બાપ ! મને બચાવો.. એ વખતે સામે ભગવાન, મા, બાપ કોઈ હાજર ન હોય તો પણ એ એમને સંબોધે છે ખરો, પણ એ તો પીડા વધી હોવાના કારણે આમ બને છે. બાકી સામાન્ય સંજોગોમાં તો આ વાત એકદમ સ્પષ્ટ જ છે કે “નજર સામે જે હાજર હોય, એને જ સંબોધન કરવામાં આવે છે.” ' હવે જૂઓ. આ સૂત્રમાં ભંતે એ શબ્દથી ગુરુને સંબોધન કરવામાં આવ્યું છે. અર્થાત્ ગુરુ એ શિષ્યની નજર સામે છે, અને શિષ્ય એમને સંબોધે છે કે “હે કલ્યાણ કારક ! હે ભવનાશક ! હે ભયનિવારક ગુરુ ! હું સામાયિક કરું છું...”
આનો અર્થ એ કે આ સૂત્ર બોલતી વખતે ગુરુ સામે જ હોવા જોઈએ. હવે જો એ નવેય વાર ગુરુ સામે જ હોય, ગુરુ નજીક હોય તો જ “ભંતે!” એ સંબોધન કરી શકાય ને ?
પણ હવે જે શિષ્યો ગુરુથી ભૂદા વિચરે, પોતાની ટુકડી બની જવાથી, વ્યાખ્યાનશિષ્યાદિની શક્તિ વધી જવાથી, ચારેબાજુના આમંત્રણો મળવાથી, સ્વચ્છંદતામાં અનેરો આનંદ માણવા મળતો હોવાથી બહાનાઓ કાઢીને કે વગર બહાને ગુરુથી છૂટા વિચરે છે, એ જ જેમને ગમે છે... એ શિષ્યો રોજ નવવાર કરેમિ ભંતે સૂત્ર બોલશે ત્યારે ભંતે શબ્દથી સંબોધશે કોને ? ગુરુ તો નજર સામે હાજર નથી, તો ગુરુને સંબોધન શી રીતે ઘટે ?
હવે આ એક સૂત્રમાં કુલ બે વાર ભંતે ! સંબોધન આવે છે. એટલે આખા દિવસમાં કુલ ૧૮ વાર આ રીતે ગુરુને સંબોધવાના છે. પણ હવે ગુરુને જ દૂર છોડી દીધા હોય, -------------------------- ૩૯ ------------------------