________________
- જે ૯૯ - ૦૯૯૯૯ મહાવ્રતો જ જજ જે - ૦૯૦૯૯૯ - - - વધુ રોકાવાનું થાય તો મુદત લંબાવાની વિનંતી કરાય. કારણ વિના પણ કદાચ ત્યાં રોકાવાની ભાવના થાય તો પણ વિનંતિ કરાય, પણ એમાં કોઈપણ બહાના ઉભા કરવા એ બરાબર નથી. ચોખ્ખું કહેવું જોઈએ કે “અમારે કોઈ વિશેષ કારણ નથી. માત્ર આ સ્થાન અનુકૂળ લાગવાથી રોકાવાની ભાવના છે.” એ પછી જો રજા આપે તો રહેવાય. પણ જો રજા ન મળે તો તરત નીકળી જવું. રજા પણ સહર્ષ અપાયેલી હોવી જોઈએ. શરમમાં નાંખીને રજા મેળવવી એ બિલકુલ યોગ્ય નથી.
પ્રશ્ન: પહેલાના જમાનામાં તો સાધુઓ ગૃહસ્થોના ઘરોમાં રહેતા હતા, એટલે એ વખતે ઉપર મુજબ બધી વિધિ જાળવવી પડે એ બરાબર પણ આજે તો સાધુઓ ઉપાશ્રયમાં રોકાય છે, એ ઉપાશ્રય કોઈ એકાદની માલિકીનો નથી. ઘણાએ ભેગા મળીને એ બનાવેલો છે. ટ્રસ્ટીઓ તો માત્ર વહીવટકર્તા છે. તેઓએ પૈસા આપ્યા હોય તો પણ એ માલિક નથી. તો પછી આપણે એ ટ્રસ્ટીઓની રજા લેવાની શી જરુર? એ દાદાગીરી કરે, સંઘનો બાપ થઈને બેસી જાય એ થોડું ચાલે ? એવા ટ્રસ્ટીઓને તો સીધાદોર કરી દેવા જોઈએ. એ ઉપાશ્રય સંઘનો છે, તો એના ઉપર આપણો પણ હક છે. એ ના પાડે એટલે આપણે નીકળી જવાનું ? એ ના પાડે તો નહિ રહેવાનું ? આ વળી કેવું ગણિત ?
ઉત્તર : ખોટું ન લગાડીશ, પણ તે જે ભાષા વાપરી છે, એ સાધુની ભાષા જ નથી. આ તો સંસારીઓની ભાષા છે. તને એટલો તો ખ્યાલ હોવાં જ જોઈએ કે સાધુ તો આવા કોઈપણ ઉપાશ્રયાદિનો માલિક, હકદાર, ભાગીદાર બની ન શકે. એટલે આપણે જો આવી વાત કરીએ કે “આ સંઘના ઉપાશ્રયમાં આપણો હક છે, આપણો ભાગ છે.” તો એ આપણી જ દાદાગીરી કહેવાય, અણસમજ કહેવાય.
હવે જરાક નીચેના મુદ્દાઓ વિચારવા જેવા છે.
(ક) ઉપાશ્રય બનાવવા માટે ભલે ગમે તે દાતાઓએ પૈસા આપ્યા હોય, પણ પછી જો એ ઉપાશ્રય શ્રી સંઘને સોંપવામાં આવેલો હોય અને સંઘના સભ્યોએ એનો વહીવટ ચોક્કસ વ્યક્તિઓને સોંપેલો હોય તો સીધી વાત છે કે એ ટ્રસ્ટીઓ જ એના માલિક જેવા ગણાય. તેઓ રજા ન આપે તો ત્યાં રહી ન શકાય એ સ્પષ્ટ છે.
(ખ) ધારો કે એ ટ્રસ્ટીઓ પેઢી-દરપેઢીથી વારસામાં ટ્રસ્ટી બનેલા હોય, સંઘના લોકોને એ ઈષ્ટ ન પણ હોય... પણ તો ય તેઓ જ માલિક ગણાય. “એ ખરાબ છે, ગમે તેમ વર્તે છે” એ બધી વાત સાચી હોય તો પણ એટલા માત્રથી એ માલિક મટી ન જાય.
ધારો કે ભૂતકાળમાં ગામનો મુખી-સરપંચ લોકો પર થોડો-ઘણો અત્યાચાર કરીને પૈસા કમાઈ ચૂક્યો હોય... એના બે-ત્રણ બંગલાઓ હોય... હવે સાધુઓ એના એકાદ ખાલી મકાનમાં ઉતરવાની રજા માંગે અને પેલો ના પાડે તો સાધુઓથી એમ તો ન જ