________________
૩. ભંતે
(સંવિગ્ન અને ગીતાર્થને ગુરુ બનાવજો) આ આખીય દીક્ષાની સફળતાનો આધાર કોણ છે ? ખબર છે ?
જો આ આધાર બરાબર નહિ, તો દીક્ષા માત્ર નિષ્ફળ જ ન જાય, પણ ભયંકર ફળો પણ આપે. જો આ આધાર બરાબર, તો દીક્ષા ઝટપટ મોક્ષ આપી દે.
કોણ છે એ તત્ત્વ ? જે દીક્ષાની સફળતા અને નિષ્ફળતાનું મૂળ છે. એ છે ગુરુ !
ગુર જો સારા – સાચા મળી ગયા, તો બેડો પાર ! દીક્ષા લેનારો કદાચ મિથ્યાત્વી હોય તો પણ સાચા - સારા ગુરુના પ્રતાપે સંસાર તરી જાય.
ગુરુ જો ખરાબ - ખોટા મળી ગયા, તો આ દીક્ષાની નાવડી સંસારસાગરમાં ડૂબી જ સમજો. વૈરાગી - ત્યાગી શિષ્યો પણ ખરાબ – ખોટા ગુરુના પ્રતાપે દીર્ઘ સંસારી બની જાય.
એમાં ય ગુરમાં બે ગુણો હોવા જ જોઈએ. ગીતાર્થતા અને સંવિગ્નતા * જિનાગમોનો અને એમાંય નિશીથચૂર્ણિ વગેરે છેદ ગ્રન્થોનો તલસ્પર્શી બોધ ધરાવનાર ગુરુ એ ગીતાર્થ ગુરુ !
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચેય પ્રકારના આચારોનું પોતાની શક્તિ પ્રમાણે સમ્યફ પાલન કરે અને આશ્રિતોને પાલન કરાવે તે સંવિગ્ન ગુરુ! સ્વાર્થ ભાવના રહિત, પરોપકારની સાચી ખેવનાવાળા ગુરુ એ સંવિગ્ન!
આ બેમાંથી એક પણ ગુણની ખામીવાળા જો ગુરુ બને, તો શિષ્યને સંસાર તરવો ભારે પડી જ જવાનો એ નિશ્ચિત હકીકત છે. | ઉપદેશમાલાકાર કહે છે કે, → जं जयइ अगीयत्थो जं च अगीयत्थनिस्सिओ जयइ ।
वडावेइ गच्छं अणंतसंसारिओ होइ । અગીતાર્થ ગુરુ અને અગીતાર્થની નિશ્રામાં રહેલો ગચ્છ... એ બધાનો અનંતસંસાર થાય.
ગચ્છાચારપયન્ના કહે છે કે,
– નીયWવયોui વિસં હત્નાહિત્ન તુ પિવે ... -------------------------૨૭ માલ- નાત-નકલ-ના-નકલ------------------