________________
* * * *
* * * *
મહાવતો કે
કરે, પણ દોષિત લે છે, સ્ત્રી સાથે પરિચય ઘણો છે... એ ભલે ને ઘણું ભણે, પણ ખાવાનો લંપટ છે... એ ભલેને શાસનપ્રભાવનાની વાતો કરે, પણ સંઘ તો એનાથી ત્રાસી ગયો છે... એ ભલે ને વૈયાવચ્ચની વાતો કરે, પણ એ વૈયાવચ્ચના બહાના હેઠળ પોતાના સ્વાર્થ સાધી લે છે...”
આ બધામાં તે તે વ્યક્તિરૂપી દ્રવ્ય તરફના દ્વેષભાવને કારણે ભાવજૂઠ પ્રગટ થાય છે.
(૨) ક્ષેત્રપ્રધાનતાએ ભાવજૂઠ: ઉપાશ્રયમાં અમુક સ્થાન ખૂબ જ ગમી જવાથી સાધુ કહે કે “મને પિત્તની ખૂબ તકલીફ છે. એટલે પવનવાળી જગ્યાએ બેસવું પડશે...”
ઉપાશ્રયમાં એકાંતસ્થાનમાં બેસીને ભક્તો વગેરે સાથે ખાનગી વાત કરવાની ઈચ્છાથી સાધુ કહે કે “બધાની વચ્ચે મારે સ્વાધ્યાય થતો નથી, એટલે હું એકલો, જૂદો બેસું છું, જેથી સ્વાધ્યાય સારો થાય...”
અમુક સંઘ એ સંયમીને ખૂબ ગમી જાય, ત્યાં એની ઈચ્છાઓ પૂર્ણ થતી હોય એટલે સાધુ કહે કે આ સંઘ, આ ક્ષેત્ર સંયમની દષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. અહીં પંડિતો મળતા હોવાથી સ્વાધ્યાય પણ સારો થાય છે. અહીંના સંઘનો મારા માટે ખૂબ આગ્રહ છે...” આ બધુ ક્ષેત્રની પ્રધાનતાએ ભાવજૂઠ છે.
એમ અમૂક ક્ષેત્રમાં ચોમાસુ કરવું ન હોય, છતાં ગુરુ એ જ સ્થાને ચોમાસું કરવાનું કહે તો સાધુ કહે કે “આ ક્ષેત્રમાં મને માંદગી આવી જાય છે, અહીંનું પાણી સારું નથી... અહીં ગોચરીના ઠેકાણા નથી... અહીં ઠલે માટેની જગ્યા મળતી નથી.....અહીંના ટ્રસ્ટીઓ વિચિત્ર છે...” ક્ષેત્ર પ્રત્યેના અણગમાના કારણે સાધુ જો. આવા જાતજાતના બહાના કાઢે તો એ ક્ષેત્રની અપેક્ષાએ ઉત્પન્ન થયેલુ ભાવજૂઠ કહેવાય.
એક કિ.મી. દૂર ગોચરી જવાનું હોય, ત્યારે સાધુ થાકનો, સમય બગાડનો, વિલંબ થવાનો ભય ઉભો કરે અને એ રીતે દૂર જવાનું ટાળવા પ્રયત્ન કરે તો આ પણ ક્ષેત્રની અપેક્ષાએ ઉત્પન્ન થયેલું ભાવજૂઠ છે.
એનાથી ઉંધુ એ કે ભક્તના ઘરે લાભ આપવા જવું હોય, એ ઘર દૂર હોય તો “દૂર જઈએ તો નિર્દોષ મળે, માટે હું દૂર જાઉં છું...” વગેરે બહાના કાઢીને દૂર જાય તો એ પણ ક્ષેત્રાપેક્ષાવાળું ભાવજૂઠ જાણવું.
(૩) કાળપ્રધાનતાએ ભાવજુઠ : સવારે પાણી લાવવાનું કામ ન ફાવતું હોય તો સાધુ વ્યવસ્થાપકને કહે કે... મારે સવારે જ પાઠ છે... માટે હું સવારનું પાણી નહિ લાવું. બપોરનું વધારે કહેશો તો પણ લાવીશ...”
કોઈને વળી બપોરનો તાપ સહન કરવો ન હોય એટલે પિત્તાદિનું બહાનું કાઢી સવાર-સાંજનું કામ જ સ્વીકારે, બપોરની ગોચરીનું નહિ. ※※※※※※※※※※※※※※398 ※※※※※※※※※※※※※※