________________
-૯-૯-૪--૨૯-૯-૯-સર્વથા પરિગ્રહ વિરમણ મહાવત -------------- તો પણ એને બેસવા ન દેવો. ગ્લાનને, વડીલને, સ્વાધ્યાયીઓને એ સ્થાન અનુકૂળ હોય અને એમની ત્યાં બેસવાની ઈચ્છા પણ હોય તો પણ તેઓને એ સ્થાન સામેથી આપી ન દેવું. અનિચ્છાએ એ સ્થાન કોઈને આપવું પડે તો ખેદ થવો, દ્વેષ થવો, મનમાં આર્તધ્યાન થવું... આ બધું પણ સ્થાનની મૂછનું સૂચન કરનાર છે.
() કોઈકને વળી માંડલીના અમુક અમુક કામમાં જ મમત્વ થઈ જાય. “હું ગોચરી જ લાવું. પાણી લાવવાનું મને ન ફાવે. કાજો-લુણાના કામ હું ન કરું...” એટલે જ જો પોતાને ગોચરી કામ સોંપાય, તો રાજી રાજી થવું. ઉત્સાહથી એ કામ કરવું, પણ જો પાણી-કાજો વગેરેનું કામ સોંપાય, તો તરત ના પાડી દેવી, એ કામ ન કરવું પડે એ માટે બહાના કાઢવા, છતાં જો કામ કરવું પડે તો વેઠ ઉતારવી, આર્તધ્યાન કરવું, વ્યવસ્થાપક માટે ખેદ થવો, એ કામથી છૂટવાના પ્રયત્નો કરવા... કોઈપણ રીતે ફરી ગોચરીનું કામ મળે... એ માટે પ્રયત્ન કરવા... આ પણ માંડલીના તે તે કાર્યો માટેના મમત્વના જ પ્રકારો છે.
એમ કોઈને ગોચરી ન જ ગમે, પાણી લાવવું જ ગમે... તો એને માટે એ રીતે પદાર્થો વિચારી લેવા.
(ડ) ચોમાસા પૂર્વે અનેક ગૃહસ્થો ઢગલાબંધ વસ્તુઓ વહોરાવવા માટે લાવે, એ વખતે સારી સારી, નવી, આકર્ષક વસ્તુઓ જોઈ મન લલચાઈ જાય, જેનો ઉપયોગ કરવાનો અવસર જ ન આવતો હોય, જેનો ઉપયોગ કેવીરીતે કરવો એ પણ શીખવું પડતું હોય... એ બધી વસ્તુ લેવાની ઈચ્છા જાગે. અને એ બધી વહોરી લેવાય... આમ બિનજરુરી પરિગ્રહ વધતો રહે.
(ઢ) પોતાના શિષ્યો સારા લાગે, એમની ભૂલો પણ ગુણરૂપે દેખાય, અથવા તો એમની ભૂલોને નાની ગણવા મન પ્રેરાય, બીજાના શિષ્યોની ભૂલો દેખાય, એમની ભૂલો મોટી ગણવા મન પ્રેરાય. અવારનવાર પોતાના શિષ્યની પ્રશંસા કરવાનું મન થાય, કોઈ એ શિષ્યોની પ્રશંસા કરે તો મન ખૂબ જ આનંદ પામે, બધા એ રીતે પ્રશંસા કરે એવી ભાવના મનમાં પ્રગટે... એવી ઈચ્છા ચાલ્યા કરે... આ બધું પણ પરિગ્રહનું જ સ્વરૂપ છે.
| (ત) પશમીનાની કામળી ઘણી સારી હોય એટલે જ એ જલ્દી જલ્દી વાપરવાનું મન ન થાય, રંગીન દોરા નાંખેલી મુહપત્તી કે અન્ય વસ્ત્રો હોય તો એ જોઈને મન પ્રસન્ન થાય, મોંઘી અને દેખાવમાં આકર્ષક બોલપેન પણ જોયા કરવાની પ્રવૃત્તિ થાય... માટે જ આ બધી વસ્તુઓ કોઈને જરૂર હોય તો પણ આપી ન શકે..
(થ) એકદમ લીસા, ઘણા મોટા અને ઓછી અવરજવરવાળા રસ્તાઓ પર વિહાર કરવાનો વખત આવે ત્યારે એ રસ્તાઓ ઉપર રાગ થાય. “સરકાર સારા કામો કરે છે.... આવા રસ્તા હોય તો વિહાર કરવાની પણ મજા આવે...” વગેરે વગેરે વિચારો આવે,...