________________
---------------------લગ્ન મહાવ્રતો -૨૯-૦૯-૨૯---૯-૯-૯-૯-૯-
આ મહારથી મુનિઓના ભાથામાં કેટકેટલા અજબગજબના શસ્ત્રો ! મોહરાજનું સૈન્ય માર ખાઈ રહ્યું. ત્રાહિમામ્ પોકારી રહ્યો, ખુદ મોહરાજ ! મોહરાજની પીછેહઠ વધતી ચાલી. તેમ તેમ મુનિરાજોનો ઉત્સાહ વધતો ગયો, આક્રમણ વધુ જોશીલું બનતું ગયું. અંતે આ મુનિરાજોએ નિષ્કલંક વિજય મેળવ્યો.
આશ્ચર્ય તો એ કે મહાયુદ્ધ ખેલવા છતાં નાનકડો ઘા પણ ન લાગ્યો. અર્થાતુ ચારિત્રદેહમાં ક્યાંય નાનો સરખો અતિચાર પણ ન લાગવા દીધો.
પણ સબૂર ! આવા મુનિરાજો કેટલા ? આવા શુરવીરો કેટલા ? કોઈ એકાદ પણ મળે આજે આવો ભડવીર ! અસંભવ ! હવે, આપણી વાત !
આપણે કોણ છીએ ? (ક) ચારિત્ર લઈને ચારિત્રાચારો ન પાળવા અને બધી અનૂકૂળતાઓ ભોગવવી...
એવા વિશ્વાસઘાતી આપણે નથી ને ? (ખ) વેષ છોડીને ઘરે બેસી ગયેલા કાયરો પણ આપણે નથી ને ? (ગ) એક પણ ભૂલ વિનાનું નિષ્કલંક સંયમ જીવન જીવનારા મહામુનિ છીએ, આપણે?
ના, આપણે મહામુનિ નથી, બની શકીએ એમ પણ નથી, તો, ઘેર જઈ બેઠેલા કાયરો પણ નથી, હા!
એક ચોથા પ્રકારના સંયમીઓ પણ છે. દુશ્મનના સેંકડો ઘા ખાઈને, લોહી લુહાણ બનીને પણ એકલપંડે લડનારા, રાણાસંગ જેવા સૈનિકો !
એ મેવાડના મહારાણા સંગ્રામસિંહ (રાણો સંગ) યુદ્ધમાં ૮૦ ઘા ખાઈ ચૂક્યા હતા, એક પગ પણ કપાઈ ગયો હતો, છતાં ઘા પર મલમપટ્ટા કરતા, રુઝ લાવતા અને પાછા જંગે ચઢતા. દુશ્મનો આવા ઘાયલ લડવૈયાથી પણ ભારે ગભરાતા.
એમ કેટલાક મુનિરાજો પણ આવા ઘાયલ લડવૈયા જેવા ! સંયમ જીંવનમાં મોહરાજના કારણે ઘણીવાર ઘાયલ થયા. પણ હાર સ્વીકારે કે પીછેહઠ કરે કે દગો રમે ૨૯-૯----૯-૯-૦૯-અલ-૨૯-૦૯-ક-૨૯-ક ૨ ૨ --૨૯-૦૯-----------------