________________
મહાવ્રતો
(ઝ) ક્યાંક સ્ત્રીઓ ભેગી થઈને જાતજાતની વાતો કરતી હોય, ક્યાંક સ્ત્રી પોતાના પતિ વગેરે સાથે ખરાબ વાતો કરતી હોય, કૉલેજોની બહાર છોકરા-છોકરીઓ જાતજાતના બિભત્સ ચેનચાળા કરતા હોય... આ બધું સાંભળવું-જોવું એ માટેનો પ્રયત્ન કરવો. ત્યાંથી દૂર હટી જવાને બદલે ત્યાં નજીક જવું.
(ટ) ગૃહસ્થપણામાં સ્ત્રી સાથે ભોગો ભોગવ્યા હોય, ટી.વી. વગેરે ઉપર ખરાબ ચિત્રો જોયા હોય, છાપા-મેગેઝીનમાં ખરાબ ચિત્રો જોયા હોય, હલકું વાંચન કર્યું હોય, નવલકથાઓમાં બિભત્સ વાતો વાંચી હોય, સ્ત્રીઓ સાથે હાસ્ય-મશ્કરી-૨મતગમતાદિ કર્યા હોય... આમાંથી કંઈપણ સાધુએ યાદ ન કરવું જોઈએ. છતાં સાધુ આવા જૂના પ્રસંગો જાણી જોઈને યાદ કરે, એ સહજ રીતે યાદ આવે તો પણ મનને તરત બીજે વાળી લેવું જોઈએ. એને બદલે સાધુ એ તરફ જ મનને આગળ વધવા દે... આ બધું ચોથાવ્રતના ભંગરૂપ સમજવું.
(ઠ) દૂધ-દહીં-ઘી વગેરે વિગઈઓ વાપરવી. દૂધપાક-રસમલાઈ-અંગુ૨૨બડીગુંદરની ઘેસ-બાસુંદી-બરફી-ઘેબર... વગેરે વગેરે સેંકડો પ્રકારની મીઠાઈઓમાંથી કોઈપણ પ્રકારની મીઠાઈ વાપરવી. એ પણ મહાવ્રતનો ભંગ છે.
(ડ) ઉણોદરી રાખવાને બદલે ભરચક વાપરવું. વધારે વાપરવું. (ઢ) મોઢું ધોવું, હાથ-પગ વગેરે વારંવાર ધોવા.
(ત) વારંવાર કાપ કાઢવો, મહિને એક કે બે વારને બદલે ચાર-પાંચ વાર કાપ કાઢવો. એનાં પણ કપડામાંથી માત્ર મેલ-પરસેવો દૂર કરવાને બદલે સારા સાબુઓ, સારા પાવડરો દ્વારા વસ્ત્રોને એકદમ ચોખ્ખા, આકર્ષક બનાવવા. આ બધું ગમવું.
(થ) આયનામાં, સ્ટીલની પરાતોમાં, સ્ટીલવાળી બોલપેનોમાં, ચોખ્ખા પાણીમાં પોતાનું મોઢું જોવાનો પ્રયત્ન કરવો. ભૂલથી દેખાઈ જાય ત્યારે તરત આંખ ખેંચી લેવાને બદલે જાણી જોઈને મોઢું જોયા કરવું.
(૬) શરીર પર મેલ બાઝેલો હોય, તે ગમતો ન હોવાથી ઘસી ઘસીને કાઢવો. પાણીના પોતા દ્વારા બધો મેલ કાઢવો. શરીર ચોખ્ખું દેખાય એટલે રાગ થવો. (ધ) ઉંઘમાં સ્વપ્નમાં ખરાબ દશ્યો દેખાય, અબ્રહ્મસેવનના દશ્યો દેખાય, સ્વપ્નદોષ
થાય.
(૫) પોતાનો દેખાવ સારો લાગે એ માટે સોનેરી ફ્રેમના ચશ્મા વાપરવા કે ગોગલ્સ જેવા ચશ્મા વાપરવા કે વિશિષ્ટ ડીઝાઈનવાળા ચશ્મા વાપરવા.
(ફ) એકલા બેનોને કે એકલા સાધ્વીઓને ભણાવવા, વ્યાખ્યાન આપવું. ભાઈઓ હોય ત્યારે પણ ભાઈઓને સામે જ બેસીને એમની તરફ જોઈને વ્યાખ્યાન આપવાને
૨૨૮