________________
જલાલ-લાલ - ૯ - સર્વથા અદત્તાદાન વિરમણ મહાવત
- તીર્થંકર-અદત્ત પણ જો ગુરુદત્ત હોય તો એ વાપરી શકાય,
તીર્થકર-દત્ત પણ જો ગુરુ-અદત્ત હોય તો ન વાપરી શકાય. જેમકે રોજ સ્વાધ્યાય કરવો એ તીર્થંકરદત્ત છે. છતાં ગુરુ કોઈ સાધુનું શરીર સારું થાય એ માટે એને આરામ કરાવવા પાંચ દિવસ સ્વાધ્યાયની ના પાડે, તો આ સ્વાધ્યાય ગુરુ-અદત્ત બન્યો. જો સાધુ એ પાંચ દિવસ સ્વાધ્યાય કરે તો દોષનો ભાગીદાર બને.
સાર એ કે સ્વામી-અદત્ત, જીવ-અદત્ત કે તીર્થકર અદત્ત પણ જો ગુરુદત્ત હોય તો લઈ શકાય. સ્વામી દત્ત, જીવ-દત્ત કે તીર્થકરદત્ત પણ જો ગુરુ-અદત્ત હોય તો ન લઈ શકાય.
હા ! ગુરુ ગીતાર્થ-સંવિગ્ન મહાત્મા જ હોય, એ ધ્યાનમાં લેવું. આમ પરમાર્થ વિચારીએ તો ગુરુ-અદત્ત, ગુરુદત્ત જ સૌથી મુખ્ય છે.
(ગ) જે ગચ્છાધિપતિ છે, જેમના ગુરુ હાજર નથી. એમના માટે તો ગુરુદત્તગુરુઅદત્તનો પ્રશ્ન જ ન આવે. એટલે એમના માટે તીર્થકરદત્ત-તીર્થકરઅદત્ત વસ્તુ જ મુખ્ય બને છે. જે વસ્તુની ઉત્સર્ગે કે અપવાદે તીર્થકરે હા પાડી હોય તે વાપરે તો ગચ્છાધિપતિને દોષ ન લાગે.
આમ ગચ્છાધિપતિ માટે ગુરુદત્ત કરતા તીર્થંકરદત્ત જ મુખ્ય બની રહે છે. અથવા તો
ભલે ગચ્છાધિપતિના કોઈ ગુરુ નથી, પણ ગચ્છાધિપતિ પણ પોતાના કરતા નાના એવા પણ ગીતાર્થ સાધુ પાસે આલોચનાદિ તો કરે જે. એટલે એવા વિશિષ્ટપ્રસંગોમાં ગચ્છાધિપતિ પણ એ એક ગીતાર્થની સલાહ લે, અથવા તો ઘણા ગીતાર્થોની સલાહ લે. એ વખતે જો એ ગીતાર્થો ના પાડે, તો ગચ્છાધિપતિથી તે વસ્તુ ન વપરાય. જો એ ગીતાર્થો હા પાડે તો ગચ્છાધિપતિથી એ વસ્તુ વપરાય. જો ગચ્છાધિપતિ ગીતાર્થોની આજ્ઞા કરતા વિપરીત કરે, તો દોષના ભાગીદાર બને. આમ ગીતાર્થો ગચ્છાધિપતિ માટે ગુરુના સ્થાને છે. એ અપેક્ષાએ ગચ્છાધિપતિ માટે પણ ગુરુદત્ત જ મુખ્ય બની રહે છે.
આના આધારે વિચારીએ તો પ્રત્યેક સાધુ માટે ગીતાર્થ-સંવિગ્ન મહાત્માનું પારતન્ય અતિ અતિ અતિ અગત્યનું છે. જો સાધુ ગીતાર્થ-સંવિગ્ન મહાત્માને પૂછ્યા વિના, એમની સહર્ષ રજા મેળવ્યા વિના કંઈપણ કરે, તો એ ભલે ગમે એટલું સારું હોય તો પણ એ ગુરુ-અદત્ત દોષ રૂપ જ છે. સાધુના ત્રીજા મહાવ્રતનો ભંગ થાય જ છે.
પણ જો સાધુ ગીતાર્થ-સંવિગ્ન મહાત્માને પૂછીને, સહર્ષ રજા લઈને કંઈપણ કરે, તો એ સ્વામી-અદત્ત હોય, જીવ-અદત્ત હોય, કે દેખાવમાં તીર્થકર-અદત્ત હોય. છતાં એ સાધુ સંપૂર્ણ નિર્દોષ જ ગણાય, નિર્જરાનો જ હકદાર બને.
જજક કકકકકક કકક ૨ ૧૧ kk ok
ક
જ
.