________________
સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત
જે જગ્યાની માલિકી સરકારની છે, એ જમીન, જગ્યા ઉપર ઠલ્લે-માત્રુ પરઠવાય તો પણ જો સરકારને કોઈ વાંધો આવવાનો ન હોય, તો હજી ચાલે. પણ જો સરકારને પુછવામાં આવે તો જો એ ના પાડવાની હોય, તેવી જગ્યાએ પરઠવવામાં સરકારને પણ મુશ્કેલી પડતી હોય તો એવા સ્થાને પરઠવવામાં પણ દોષ તો લાગવાનો જ.
(ભ) કોઈક સાધુના વસ્ત્રો-પાત્રાદિનું પ્રતિલેખન એને પૂછ્યા વિના કરવું, એનું માંડલીનું કામ એને પૂછ્યા વિના કરવું એ પણ ન ચાલે. કેમ કે આ પ્રતિલેખનાદિ ક્રિયાનો માલિક એ છે. ઘણીવાર આવા નિમિત્તે પણ સંકલેશ થતો હોય છે.
આ રીતે સ્વામી-અદત્તના ઘણા પ્રસંગો આપણે જોયા.
હવે જીવ-અદત્તના જોઈએ.
(૨) જીવઅદત્તઃ
(ક) સાધુ પ્રમાદથી કે નિષ્ઠુરતાથી કે આસક્તિને વશ થઈને સચિત્ત વસ્તુ વહોરેવાપરે તો એ વસ્તુના માલિકે રજા આપી હોય તો પણ એમાં રહેલા જીવે રજા ન આપી હોવાથી ચિત્ત આરોગનારને જીવ-અદત્તનો દોષ લાગે.
(ખ) બાળકને દીક્ષા લેવાની ઈચ્છા ન હોય, બિચારો બાળક રડતો હોય... છતાં એને દીક્ષા આપી દેવી. અહીં પણ બાળકની પોતાની જ રજા ન હોવા છતાં એને શિષ્ય બનાવી દેવો એ જીવ-અદત્ત !
(ગ) યુવાન મુમુક્ષુને બીજા પાસે દીક્ષા લેવાની ભાવના હોય, પણ છતાં પોતાના ઘરવાળાઓનો આગ્રહ અમુકની પાસે જ દીક્ષા લેવાનો હોય. એનું કારણ એ કે ઘરવાળાઓ એ સમુદાયના ભક્ત હોય કે એ સમુદાયમાં એના કાકા-મામા વગેરે સ્વજને પૂર્વે દીક્ષા લીધી હોય... પણ મુમુક્ષુ તો બીજા સ્થાને જ દીક્ષા લેવા ઈચ્છતો હોય. છતાં છેવટે સ્વજનોના દબાણથી અનિચ્છાએ આ ગચ્છમાં દીક્ષા લેવા તૈયાર થાય... આ વાત જાણવા છતાં પણ એ ગચ્છના સાધુઓ એને દીક્ષા આપે... અહીં પણ જીવની ઈચ્છા ન હોવા છતાં પણ એને દીક્ષા આપતા હોવાથી ગચ્છના સાધુઓને જીવ-અદત્તનો દોષ લાગે.
(ઘ) એક સાધુ સંયમાદિને સાચવવાના ઉદેશથી ગ્રુપના અમુકવડીલો સાથે રહેવા ન ઈચ્છતો હોય, છતાં એ વડીલો ગુરુ દ્વારા એ સાધુ પર દબાણ લાવીને એને પોતાની સાથે ચોમાસા માટે, વિહારાદિ માટે લઈ જાય. પેલો સાધુ પણ દર્દ સાથે, અનિચ્છા સાથે માત્ર ગુર્વાદિના દબાણને લીધે તે તે વડીલો સાથે જાય. અહીં પણ વડીલો એ સાધુની અનિચ્છા છતાં એને પોતાની સાથે લઈ જાય છે, પોતાનો સંઘાટક બનાવે છે, પોતાનો સ્વાર્થ જૂએ છે... તો આ પણ જીવ-અદત્ત છે.
(ચ) ડોળીવાળાઓ કે માણસો ડોળીનું કે માલ-સામાનનું પુષ્કળ વજન ઉંચકીને
**********