________________
મહાવ્રતો ક૨વી એ જો ઉત્સર્ગમાર્ગ છે, તો એનો અપવાદ પણ હશે જ કે જેમાં કારણસર યતનાપૂર્વક ઉત્સૂત્ર બોલવામાં દોષ નહિ જ લાગતો હોય.
जीवात खे डे नवि किंचि पडिसिद्धं णाणुण्णायं च जिणवरिदेहिं मोत्तुं મેદુમાવું ન તું વિઘ્ના રાળવોત્તેહિં... ભગવાને કોઈપણ વસ્તુનો એકાન્તે નિષેધ કર્યો નથી કે એકાંતે અનુમતિ આપી નથી. પણ એ વાત મૈથુન સિવાય સમજવી. કેમકે મૈથુનસેવન રાગદ્વેષ વિના થતું નથી... આ ગાથામાં તો માત્ર ને માત્ર અબ્રહ્મમાં જ અપવાદનો નિષેધ કરેલો છે. બાકી તો બધા જ પદાર્થોમાં અપવાદ હોવાની વાત સૂચિત કરી જ દીધી છે. એટલે ઉત્સૂત્રપ્રરૂપણામાં પણ અપવાદ છે એ વાત તો નક્કી માનવી જ પડશે. એનો નિષેધ કરી નહિ શકાય.
રહી વાત આનંદઘનજીના પદોની ! કે એમણે તો અબ્રહ્મસેવન કરતા પણ ઉત્સૂત્રપ્રરૂપણાને મોટું પાપ કહ્યું છે. તો અબ્રહ્મસેવનમાં જો અપવાદ ન હોય તો ઉત્સૂત્રપ્રરૂપણામાં તો અપવાદ હોય જ કેવી રીતે ?
આ તારી દલીલ ખરેખર હાસ્ય જન્માવે એવી છે. કયું પાપ નાનું અને કયું પાપ મોટું એ તો એનાથી થનારા નુકસાનને આધારે નક્કી થાય. જ્યારે શેમાં અપવાદ હોય અને શેમાં ન હોય એ પદાર્થ તો ‘રાગદ્વેષ વિના થઈ શકે કે નહિ ?’ એના આધારે નક્કી થાય. આમ બે વસ્તુ જ આખી જૂદી છે.
એ જ વાત અબ્રહ્મ અને ઉત્સૂત્રપ્રરૂપણામાં સમજવાની છે. બેમાંથી કયું પાપ મોટું ! એ જ્યારે વિચારવાનું હોય ત્યારે સામાન્યથી એમ લાગે કે અબ્રહ્મ સેવનાર તો પોતે એકલો જ પાપનો ભાગીદાર બને છે. જ્યારે ઉત્સૂત્રપ્રરૂપણા તો હજારો-લાખોકરોડો લોકોને છેક ગાઢ મિથ્યાત્વ પમાડનારી પણ બની શકે છે. એટલે ઉત્સૂત્રપ્રરૂપણામાં નુકસાનની સંભાવના ઘણી બધી વધારે છે, માટે એ પાપ અપેક્ષાએ અબ્રહ્મસેવન કરતા પણ મોટું પાપ કહેવાય.
જ્યારે ઉત્સર્ગ-અપવાદની વાત કરીએ તો મૈથુન રાગ વિના થવાનું જ નથી, માટે એમાં અપવાદ નથી, ઉત્સૂત્રપ્રરૂપણા તો રાગાદિ વિના પણ સંભવિત છે, (અને ત્યારે નુકસાન પણ થતું નથી...) માટે એમાં અપવાદ હોઈ શકે છે.
ટુંકમાં ઉત્સૂત્રપ્રરૂપણાથી નુકસાન થાય જ, એવો એકાંત નથી. છતાં એમાં ઘણા મોટા નુકસાનોની સંભાવના છે, એ જોઈને જ શાસ્ત્રકારોએ એને સૌથી મોટું પાપ કહ્યું છે. પણ જો એ ઉત્સૂત્રપ્રરૂપણા રાગાદિ વિના થાય તો એ અપવાદ માર્ગ પણ બની શકે છે.
જો, હું તને કેટલાક પ્રશ્નો પૂછું છું.
કોઈ શ્રાવકને એવી બાધા છે કે “નિરપરાધી ત્રસજીવોને મારવાનહિ.” હવે આ
- ૧૯૨ * * *
**