________________
------------
સર્વથા અષાષાવાદ વિરમણ મહાવ્રત
જે જ જલ ૯ -
૦૯
આ જવાબ જૂઠ જ છે, છતાં આશય સારો હોવાથી આ અપવાદ બને છે.
(ઘ) કોઈક સંયમી ઠલ્લે-માત્રુ પરઠવવા બાબતમાં, બ્રહ્મચર્ય બાબતમાં કે અન્ય કોઈ બાબતમાં ગરબડ કરી બેસે, પાછળથી ઉહાપોહ થાય... તો શાસનહીલના અટકાવવા માટે જૂઠનો પણ આશરો લેવો પડે. હા ! અંદરખાને સંયમીને એની ભૂલ પ્રમાણે પ્રાયશ્ચિત્ત પણ આપવામાં આવે, ઠપકો પણ આપવામાં આવે... પણ બહાર તો અપભ્રાજના અટકાવવા માટે જૂઠ પણ બોલવું પડે.
(ચ) નૂતન સંયમીઓ માંદા પડે અને એમને આધાકર્માદિ આપવું પડે, તો પણ સાધુઓ એને ખબર ન પડવા દે કે “આ દોષિત છે...” સાધુઓ તો એવો જ દેખાવ કરે કે એ વસ્તુ નિર્દોષ જ લાગે. પેલો સંયમી પૂછે તો જવાબ આપે કે “આજે એક જણને ત્યાં જમણવાર હતો, ત્યાંથી આ ગરમ શીરો મળી ગયો...” જો સાચી વાત કરે તો નૂતન સંયમીના પરિણામ નિષ્ફર બનવા લાગે. આધાકર્મી પ્રત્યેની સૂગ ઘટી જાય. અથવા તો કોઈક નૂતન સંયમી આધાકર્મી જાણીને જીદ પકડે કે “મરી જઈશ, પણ આધાકર્મી નહિ વાપરું...” તો એ મોટું નુકસાન થાય. | (છ) અહંકારથી સ્વપ્રશંસા એ મૃષા છે, પણ સાધુ પોતાના શિષ્યો-આશ્રિતોને ઉત્સાહ જાગે, એ માટે પોતાની વિશિષ્ટ આરાધનાઓ પણ જણાવે... એ સાંભળીને તેઓને પણ તેવી તેવી આરાંધના કરવાનો ઉલ્લાસ જાગે... જેમ તીર્થકરો પ્રથમ દેશનામાં પોતાની આખી સાધના વર્ણવે છે. તો આ સ્વપ્રશંસા હોવા છતાં અહંકાર ન હોવાથી આ ભાષા મૃષા ન ગણાય.
(જ) પરનિંદા એ મૃષા છે, પણ કોઈક જીવ મહાશિથિલો પ્રત્યે કે ઉત્સુત્રભાષીઓ પ્રત્યે આકર્ષાઈ ગયો હોય એ વખતે જો એનું આકર્ષણ તોડવામાં ન આવે તો ઘણા નુકસાન એને થવાની સંભાવના હોય. એટલે સાધુ એની પાસે મહાશિથિલો વગેરેના દૂષણોની નિંદા કરે તો પણ એ સાધુને જૂઠનો દોષ ન લાગે.
આગળ જે ક્રોધાદિ ચાર કષાયોમાં અને ભયાદિ છે નોકષાયોમાં મૃષાના દૃષ્ટાન્તો આપ્યા, એમાં પણ આ વાત સમજી લેવી કે એ જ મૃષાશબ્દો જો પુષ્ટ કારણસર બોલાયેલા હોય, તો એ મૃષા નહિ ગણાય, પણ અપવાદ ગણાશે.
શિષ્ય : આનો મતલબ એ કે આપણો ભાવ જો સારો હોય તો આપણે ગમે તેમ બોલી શકીએ છીએ. એ પછી મૃષા ગણાતું નથી. જો ભાવ ખરાબ હોય તો જ મૃષા ગણાય.
ગુરુ : ભાવ સારો હોય, તો ય યતના તો જાળવવી જ પડે ને? જેટલું ઓછું જૂઠ બોલવાથી કામ પતી જાય, એટલું ઓછું જૂઠ બોલવું. ભાવ સારો છે, એટલે કંઈ યતના છોડીને બમણું - ત્રણ ગણું જૂઠ ન બોલાય. ---------------------૧૮૯ - - - - - - - - - - - - - - - - - -