________________
મહાવ્રતો
(૧) ક્રોધમુષા ઃ કોઈક સાધુ કે શ્રાવક પ્રત્યે ગમે તે કારણે ગુસ્સો હોય તો એનામાં જે દોષો ન હોય એ પણ ખોટી રીતે ઉભા કરીને બીજાઓને કહેવા એ ક્રોધમૃષા ! એમ એનો દોષ નાનો હોય તો પણ ક્રોધથી પ્રેરાઈને એ દોષને મોટો કરી દેખાડવો.
દા.ત. ચોમાસામાં કોઈક ટ્રસ્ટી સાથે બગડ્યું હોય તો સાધુ સંઘને કે ગુર્વાદિને જણાવે કે “આ ટ્રસ્ટીના વહીવટના કોઈ ઠેકાણા નથી, ગોટાળા છે. પૈસા ખાઈ જતા હોય તોય ભગવાન જાણે ! અને એનો સ્વભાવ પણ સારો નથી. બધા સાથે બગાડે છે..." આ બધુ ક્રોધમૃષા છે.
હકીકત તો એ છે કે એ ટ્રસ્ટી ખરેખર એવો હોય તો પણ આ મૃષા જ ગણાય કેમકે આ બધુ બોલવા પાછળ ખરેખર તો ક્રોધકષાય જ ભાગ ભજવે છે.
એમ જે સહવર્તીઓ સાથે અણબનાવ હોય, જેમના પ્રત્યે મનમાં કોઈપણ કારણોસર રોષ હોય, એમના સાચા કે ખોટા દોષો કોઈની આગળ પ્રગટ કરવા... એ બધો મૃષાવાદ જ છે. ભલે ને એ દોષો પેલા સહવર્તીમાં હોય...
ટૂંકમાં કોઈપણ જીવ પ્રત્યેના ક્રોધભાવથી પ્રેરાઈને સાચું કે ખોટું ગમે તે બોલો, એ બધું જ મૃષા.
(૨) માનમૃષા : અહંકારથી પ્રેરાઈને પોતાના ગુણોની, પોતાના કાર્યોની, પોતાની સફળતાઓની પ્રશંસા કરવી એ માનમૃષા ! “મારા વ્યાખ્યાનથી ઘણા લોકો પામે છે. મારું સંયમ જોઈને ભલભલાના વિચારો બદલાઈ જાય છે. મારી વૈયાવચ્ચથી ગુરુ તો ખૂબ ખૂબ ખુશ છે. ગચ્છની ભક્તિ કરવાનો લ્હાવો મને જ ઘણો મળે છે... હું બ્રહ્મચર્ય બાબતમાં કટ્ટર છું. કશી ઘાલમેલ ચલાવું નહિ. અને હું કદી પૈસાની વાતમાં પણ પડતો નથી
સાધુ પોતાના સંયમની, તપની, વૈયાવચ્ચની, સ્વાધ્યાયની, શાસનપ્રભાવનાની બીજા આગળ પ્રશંસા સીધી કે આડકતરી રીતે કરે, એમાં મન પ્રસન્નતા અનુભવે... એ બધું માનમૃષાવાદ છે.
અહીં પણ એ સમજી લેવાનું છે કે સાધુના આ ગુણો ખોટા હોય કે સાચા હોય, સાધુના મનમાં માનકષાય પ્રગટેલો હોવાથી વિદ્યમાન કે અવિદ્યમાન કોઈપણ સ્વગુણની પ્રશંસા એ માનમૃષા બની રહે છે.
અહંકારીને પોતાના પ્રતિસ્પર્ધીની ઈર્ષ્યા થવાની. એટલે જ એના સાચા-ખોટા દોષોની નિંદા કરવાની પ્રવૃત્તિ પણ થવાની. આમાં હકીકતમાં તો માનકષાયથી જ આ નિંદા થતી હોય છે. માટે આવી નિંદા એ પણ માનમૃષા ગણાય.
“પેલો સાધુ વ્યાખ્યાન ભલે સારું આપે, પણ કશું ફળ તો દેખાતું નથી. કોઈ નક્કર
*** ૧૭૪*******
***