________________
મહાવ્રતો
તો બધાને મહાવ્રતનો ઘાત થઈ ચૂકેલો માનવો પડે.'
એનું સમાધાન આ જ કે માત્ર ષટ્કાય હિંસાથી મહાવ્રતનો ઘાત થતો જ નથી. જો કારણસર યતનાપૂર્વક ષટ્કાયઘાત થતો હોય તો એ અપવાદમાર્ગ જ છે. પણ જો પ્રમાદાદિથી ષટ્કાયનો ઘાત થાય તો મહાવ્રતનો ભંગ થાય.
એ ભંગ પણ દેશભંગ અને સર્વભંગ એમ બે પ્રકારે છે.
દેશભંગ થાય તો પણ ચારિત્ર ટકે છે, માત્ર એને ઈજા થાય છે. પશ્ચાત્તાપાદિ મલમપટ્ટા દ્વારા એ ઈજાને દૂર કરી શકાય છે.
શિષ્ય : તમે કહ્યું કે પ્રમત્તયો શાસ્ત્રાળવ્યપરોપળ હિંમા... પણ ધારો કે પ્રમાદયોગ હોવા છતાં પણ જો જીવ મરે જ નહિ, તો ત્યાં હિંસા ગણાય? ત્યાં કર્મબંધ થાય ?
ગુરુ ઃ મેં પહેલાં જ વાત કરી કે વ્યવહારમાં ત્યાં ભલે હિંસા ન કહેવાય, છતાં નિશ્ચયનયથી તો ત્યાં હિંસા ગણાય જ, અને એ અનુસારે કર્મબંધ પણ થાય જ.
બહાર એક કીડી મરે છે કે બે કીડી મરે છે કે એકેય નથી મરતી... ખરેખર એના આધારે કર્મબંધ થતો જ નથી. જે કર્મબંધ થાય છે, એ જીવના પ્રમાદયોગને આધારે થાય છે.
શ્રી સૂયગડાંગસૂત્રમાં અનેકાન્તવાદનું વર્ણન કરતી વખતે આ વાત બહુ સ્પષ્ટ રીતે દર્શાવી છે. કીડી મરે એટલે કર્મબંધ ઓછો, ને હાથી મરે તો કર્મબંધ વધારે... આ વ્યવહારને માન્ય વસ્તુ છે. અને એ ૯૯% સાચું છે. બાકી જો કીડીમરણ વખતે ભયંકર તીવ્ર અધ્યવસાય હોય તો એમાં કર્મબંધ વધારે થાય. જો હાથી આપણા દ્વારા અજાણતા મરે તો એમાં કર્મબંધ ન થાય, ઓછો થાય.
આવી તો ઢગલાબંધ બાબતો છે.
નિશ્ચયનયના આધારે જો વિચારીએ તો એ વાત એકદમ સ્પષ્ટ છે કે
સાધુને જો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય કે પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય થાય તો બાહ્ય હિંસા હોય કે ન હોય... નક્કી સાધુપણું જાય જ. કેમકે આ કષાયનો ઉદય છઠ્ઠ ગુણસ્થાને હોતો જ નથી. નીચેના ગુણસ્થાનોમાં જ હોય છે.
જ્યારે સાધુને જો માત્ર સંજ્વલન કષાયનો જ ઉદય હોય તો બાઘહિંસા હોય તો પણ સાધુનું છઠ્ઠું ગુણસ્થાન જતું નથી જ.
પણ આ શુદ્ધ નિશ્ચયનય છે.
વ્યવહારનું નિરૂપણ તો અમે પૂર્વે કરી જ ગયા છીએ.
આ જ બધા પદાર્થો બધા જ મહાવ્રતોમાં સમજી લેવાના છે.
ક
****
********26
**