________________
---------------૦૯-૦૯ ૦૯-- પ્રથમ મહાવત - - - - - - - - - - - - -
આમ તો અજવાળામાં જ વિહાર કરે, પણ એમાં ઈર્યાસમિતિનો ઉપયોગ રાખવામાં ક્યારેક ચૂકી જવાય. ક્યારેક ઓછા અજવાળામાં વિહાર થઈ જાય...
આમ તો વર્ષે એકાદવાર જ કાપ કાઢે, પણ એ વખતે વિભૂષા કરવાનો ભાવ જાગવાથી ઉંચામાંના સાબુ-સર્ફ વાપરવાની પ્રવૃત્તિ થાય...
આમ તો અન્નપ્રાન્ત ગોચરી વાપરે, પણ એમાં ગરમ ઢોકળા - ઢોસાદિનો આસ્વાદ લેવા મન આતુર બની જાય....
દિવસે બિલકુલ ન ઉંધે, છતાં બેઠા-બેઠા દસ મિનિટ ઝોકા ખાઈ લે.
બ્રહ્મચર્યની નવવાડો બરાબર પાળે, પણ ક્યારેક નજર પડી જાય અને રાગભાવ જાગી જાય. નજર તરત ખેંચી લે...
આમ તો ટ્રસ્ટ વગેરે કશું ન સ્થાપે, છતાં “પોતાના થકી જે સંઘાદિ સ્થપાયા હોય એ તો બધા પોતાની સલાહ પ્રમાણે જ વર્તે' એવો ભાવ – મમત્વભાવ રહ્યા કરતો હોય.
આમાં ઉત્સર્ગમાર્ગનું સેવન ચાલુ છે, પણ સંજવલનોદયથી પ્રેરાઈને એમાં નાના નાના દોષો સેવાય છે, એટલે આ સાતિચાર ઉત્સર્ગ માર્ગ કહેવાય. આમાં સાધુ મોક્ષ તરફ જે રીતે ઝડપથી આગળ વધતો હતો, એમાં થોડીક ઝડપ ઘટે. સંયમપરિણામ થોડાક અટકે, બસ, આમાં આટલુ નુકસાન છે. પણ એ મોક્ષથી દૂર નથી જતો. એ મોક્ષથી ઉંધા રસ્તે ફંટાઈ નથી જતો. જે અતિચારો લાગ્યા હોય, એની શુદ્ધિ કરીને એ પાછો મોક્ષ તરફ ધસમસતો દોડવા માંડે છે.
જેમ પાકા રસ્તે પણ ક્યારેક ભયંકર અકસ્માત્ થવાથી લોકો મરણ પામે. પાકા રસ્તે પુષ્કળ ભીડ થઈ જવાથી ત્યાંથી આગળ વધી જ ન શકાય... એમ ઉત્સર્ગ માર્ગની પણ આ પરિસ્થિતિ હોઈ શકે છે. ' 'દા.ત. પોતે કે અન્ય સાધુ માંદો પડેલો હોય અને માંદગી ઘણી ગંભીર હોવાથી જીવ બચાવવા કે મોટી ખોડખાંપણ થતી અટકાવવા માટે તાત્કાલિક આધાકર્મી લેવું જ પડે તેમ હોય. તો પણ સાધુ “મરી જઈશ, પણ દોષિત નહિ વાપર, બીજાને પણ દોષિત નહિ લાવી આપું.” એમ વિચારી નિર્દોષ ગોચરી રૂપી ઉત્સર્ગમાર્ગ સેવે. બીજી બાજુ મૃત્યુ કે મોટી ખોડ ખાંપણ કે પુષ્કળ આર્તધ્યાનાદિ થાય... આવી જડતા છઠ્ઠા ગુણસ્થાનકની પરિણતિવાળાને ન હોય. એટલે આ સાધુનો ઉત્સર્ગમાર્ગ ઉન્માર્ગ રૂપ જ બની રહે છે. પાકા રસ્તે ભયંકર અકસ્માતથી મોત પામવા જેવું આ કૃત્ય બને છે.
એમ ગ્લાન સાધુની સેવા માટે જલ્દી પહોંચવાની જરૂરિયાત હોવા છતાં અજવાળાનો વિહાર પકડી રાખી મોડા પહોંચવું
- શાસનહીલના થાય એવી પરિસ્થિતિ સર્જાય તો પણ કપડાનો કાપ કાઢવાની ૯--૯--૨૯-૯-૪૯-૪- ૯-૯-૪-૨-૧૬૫ ૯-૦૯---૯--૯-૯-૪-૯