________________
પ્રથમ મહાવ્રત
આંખ મીંચામણા કરીને માત્ર આધાકર્મીને તું અપવાદ તરીકે બોલી રહ્યો છે.
કારણસર યતનાપૂર્વક આધાકર્મી હજાર વખત વપરાશે તો હજારે હજાર વખત કર્મક્ષય કરી આપશે જ, એ નિઃશંક બાબત છે. અધ્યાત્મવિશુદ્ધિ જેની પાસે છે, તેને દોષસેવન હજા૨વા૨ થાય કે લાખવાર થાય પ્રત્યેક વા૨ કર્મક્ષય છે, છે ને છે જ.
પણ સૌથી મોટી મુશ્કેલી જ એ છે કે અપવાદમાર્ગમાં અધ્યાત્મવિશુદ્ધિ ટકાવી રાખવી એ લગભગ દુઃશક્ય છે. દોષ કારણસ૨ જ સેવવો અને એ પણ યતનાપૂર્વક જ સેવવો... આ વાત બધે ક્યાં શક્ય બને છે ? શરુ શરુમાં આ બધું સચવાય, ધીરે ધીરે કારણ નીકળી જાય, યતના નીકળી જાય, રહી જાય માત્ર દોષ ! અને મુગ્ધજીવો એને અપવાદ માનીને સેવ્યા કરે.
તું જે બોલ્યો, એમાં આ ભય સ્પષ્ટ રીતે જણાઈ આવે છે.
તેં કારણયતના આનો ઉલ્લેખ ન કર્યો, અને માત્ર આધાકર્મીનો, માત્ર રાત્રિવિહારનો, માત્ર કાપ કાઢવાનો જ ઉલ્લેખ કર્યો, એ કેવું ભયાનક કહેવાય ?
મહોપાધ્યાયજીએ માટે જ ઉપદેશરહસ્યમાં કહ્યું છે કે “મહામુનિઓ ગમે એટલા અપવાદ સેવે, તો પણ એમના ચારિત્ર પરિણામ અકબંધ રહે. એમાં કશું નુકસાન ન થાય. પણ એ વાત પ્રાયઃ સમજવી”
તે પછી ખુલાસો કર્યો છે કે પ્રાયોગ્રહનું મન્તક્ષયોપણમવતિ વ્યમિન્નારવારળાય અર્થાત્ જે મુનિઓનો ચારિત્રપરિણામ નબળો હોય, ચારિત્રમોહનો ક્ષયોપશમ નબળો હોય તેઓ જો અપવાદ સેવે તો અપવાદ સેવતા સેવતા એમનો ચારિત્રપરિણામ તૂટી પણ જાય. અર્થાત્ તેઓ સાધુતા ગુમાવી બેસે.
હવે તું જ બોલ.
'આ પાંચમો આરો !
એમાં ય પાછો અવસર્પિણીકાળ !
એમાં ય વિશેષ તાલીમ વિના ઝટપટ થતી દીક્ષાઓ !
એમાંય કુનિમિત્તોનું બેફામ જોર !
૧. આવા કાળમાં ચારિત્રમોહના તીવ્ર ક્ષયોપશમવાળા સાધુઓ કેટલા ?
૨. આવા કાળમાં ચારિત્રમોહના મંદ ક્ષયોપશમવાળા સાધુઓ કેટલા ?
૩. આવા કાળમાં ચારિત્રમોહનો ક્ષયોપશમ જ ન હોય એવા સાધુઓ કેટલા ? ત્રીજા વિકલ્પની વાત જવા દે. પણ જેટલા સાધુઓ ચારિત્રપરિણામવાળા છે, એમાંથી ૭૦%, ૮૦% સાધુઓ સાચા સાધુ હોવા છતાંય મંદક્ષયોવશમવાળા હોય એ શક્ય નથી શું ?
૧૫૯