________________
૨૯ ૯૯૦૯ - ૦૯ -
૯ ૨૯ જલજલ
મહાવતો
હાલ ૯૦૯૯ ૯૯૦૯૯-૯-૧૯૦૯
કરશે અને એના સૈનિકોને મારશે.
અહીં રાજાને “યુદ્ધ કરવું જ છે, સૈનિકોને મારવા જ છે એવું નથી. પણ એને તો કોઈપણ હિસાબે રાજ્ય જોઈએ છે. એ રાજ્યો જો યુદ્ધ વિના મળે, તો એ યુદ્ધ નહિ કરે, કોઈને નહિ મારે. પણ રાજ્ય મેળવવા માટે યુદ્ધ અને સૈનિકોનો ઘાત આવશ્યક જ હોય તો રાજા એ પણ કરશે જ.
બસ, રાગજન્ય હિંસામાં સાધુને આવું જ બને છે. સાધુને કંઈ જીવોને મારી નાંખવાની, પીડા કરવાની ભાવના નથી. એને જો પોતાની મનગમતી વસ્તુ વિરાધના વગર મળતી હોય તો એ કોઈ જ વિરાધના નહિ જ કરે. પરંતુ જો મનગમતી વસ્તુ માટે વિરાધના કરવી જ પડે તેમ હોય તો સાધુ એ વિરાધના પણ અપનાવી લેશે.
- કેરીના રસની લાલસાવાળો સાધુ પણ જો નિર્દોષ રસ મળી જે જાય, તો કંઈ આધાકર્મી રસ નહિ જ કરાવે. પરંતુ જો નિર્દોષરસ નહિ મળે, તો પછી લાલસાને વશ થઈ આધાકર્મી પણ કરાવી દે.
ચાની લાલસાવાળો સાધુ જો નિર્દોષ ચા મળશે, તો દોષિત કરાવવાનો નથી. પણ એને જેવી જોઈએ, જેટલી જોઈએ એવી નિર્દોષ ચા જો એને ન મળે, તો એ દોષિત કરાવી દેશે. કોઈકને આદેશ કરી દેશે...
રાગજન્ય દરેક હિંસામાં આ વાત સમજી લેવી..
આમ આમાં એટલું સારું છે કે સાધુમાં “જીવોને મારી નાંખુ” એ રીતના ક્રૂર પરિણામ નથી. પણ પાંચ ઈન્દ્રિયોના સુખોને પોષવા માટે “જીવો મરે તોય વાંધો નહિ” આ રીતનો જે પરિણામો ઉડે ઉડે ધરબાયેલો છે, એ જીવદયાના પરિણામની ખામી-ઉણપ સૂચવે છે. આ સાધુજીવનમાં ન ચાલે, એનાથી મહાવ્રતનો ભંગ, થાય.
આ રાગજન્ય હિંસા કરતા પણ અપેક્ષાએ એમ કહી શકાય કે શક્તિનિગૂહન જન્ય હિંસા વધુ થતી હશે. આળસ, કંટાળો, શારીરીક સુખશીલતા... આ શક્તિનિગૂહન કરાવનાર મલિન પરિબળો છે. અને એ પરિબળો વિષયસુખોની લંપટતા વિનાના સાધુને પણ પરેશાન કરતા હોય છે.
રે !, ઘણી જગ્યાએ તો રાગજન્ય હિંસામાં શક્તિનિગૂહનજન્ય હિંસા ઘણી બધી ભળી ગયેલી હોય છે. શીરાની કે કેરીના રસની લાલસા જાગી. પણ એ માટે એ ૧૫-૨૦ ઘરે શીરા માટે | રસ માટે ફરવાની શક્તિ ફોરવવા એ તૈયાર નથી, માટે જ એ ઝટ આદેશ આપી દે છે. હવે આ હિંસા જેમ રાગજન્ય છે, એમ શક્તિનિગૂહનજન્ય પણ છે જ.
આવું ઘણી બધી બાબતોમાં બનતું જ હોય છે. ઉપરાંત જ્યાં રાગજન્ય હિંસા નથી, ત્યાં પણ શક્તિનિગૂહનજન્ય હિંસા તો હોઈ જ શકે છે. દા.ત. એક કિ.મી. દૂર ગામડાના