________________
જ ૯૯ - - - - - - ૨૯ ૯૯૦૯ રન મહાવ્રતો કે
૯ ૨૯ - - -
૯૯૯-૦૯
મૂળ વાત પર આવીએ. પ્રમાદયોગથી જીવ મરવો કે જીવને પીડા થવી એ હિંસા! અર્થાતુ આપણા રાગભાવને લીધે જીવ મરવો કે જીવને પીડા થવી એ હિંસા! આપણા દ્વેષ ભાવને લીધે જીવ મરવો કે જીવને પીડા થવી એ હિંસા! આપણા શક્તિનિગૂહનને લીધે જીવ મરવો કે જીવને પીડા થવી એ હિંસા! એમાંય પરમાર્થ તો એ જ કે
જીવ મરે કે ન મરે, જીવને પીડા થાય કે ન થાય પણ જો આપણામાં રાગદ્વેષ કે શક્તિનિગૂહન પ્રગટે તો એ હિંસા ગણાય અને એમાં મહાવ્રતનો ભંગ પણ થાય.
આ પદાર્થ એકદમ સ્પષ્ટ સમજાય એ માટે આપણે છ એ છ કાયમાં આ ત્રણેયની અપેક્ષાએ દૃષ્ટાન્તો દ્વારા વિચારણા કરી લેશું. એનાથી આપણને એ સ્પષ્ટ ખ્યાલ આવશે કે આપણે કયા કયા મહાવ્રતનો ભંગ કરનારા બનીએ છીએ.
પૃથ્વીકાય :
(ક) પોતાની માલિકીનો ઉપાશ્રય બનાવડાવવા માટે સાધુ જગ્યા ખરીદાવવાથી માંડીને બધી દેખરેખ રાખે, આંબિલની મોળી દાળ વગેરેમાં સ્વાદ લાવવા માટે કાચું મીઠું સેકાવડાવે, ગામમાં ચાલતા જમણવારમાંથી સારી વસ્તુઓ મેળવવા માટે ત્યાં જવાનો રસ્તો ખેતરાદિમાંથી થઈને જતો હોય તો પણ ત્યાંથી જાય... આ બધામાં રાગથી પૃથ્વીહિંસા છે, આમાં મહાવ્રતનો ભંગ થાય.
(ખ) ભીની માટીવાળા રસ્તે પગ પર માટી ચોંટી જવાથી બધું બગડવાથી અણગમો થાય અને એટલે પગને ઝાટકો લગાવીને બધી માટી ખંખેરવાનો પ્રયત્ન કરે. છતાં ન નીકળે, તો લાકડી વગેરેથી એ બધી માટી કાઢવા પ્રયત્ન કરે. એ માટી સચિત્ત હોવાનો ખ્યાલ હોવા છતાં ગંદકી વગેરેના દ્વેષથી પ્રેરાઈને ઉતાવળે એ માટી દૂર કરવાનો પ્રયત્ન કરે.
(ગ) ઠલ્લે જવા માટેની નિર્દોષ જગ્યા આગળ મળતી હોય, ત્યાં જવા માટેની શક્તિ+અનુકૂળતા-સમય પણ હોય છતાં આળસ-પ્રમાદને લીધે સાધુ નજીકમાં જ ખેડાયેલા ખેતર વગેરેમાં ઠલ્લે જઈ આવે.
અપુકાય :
(ક) આસક્તિને વશ બનીને સાધુ “૪૮ મિનિટ થઈ છે કે નહિ ?' એની વિશેષ તપાસ કર્યા વિના જ લીંબુનું કાચા પાણીમાં બનાવેલું સરબત વહોરી લે, “ઘરમાં સારી વસ્તુ મળવાની છે.” એ ખબર હોવાથી તે ઘરમાં કાચા પાણીના પોતા કરેલા હોય તો પણ એના પર થઈને અંદર જાય અને વસ્તુઓ વહોરે. કોઈ જમણવારાદિ સ્થાનોમાં પણ અનુકૂળ વસ્તુઓ મેળવવા માટે ત્યાં વચ્ચે ઢોળાયેલા કાચા પાણી ઉપરથી પણ અંદર ક કકકકક કકક જ ૧૪૮
૦ ૦૯-૦૯ *