________________
૨૯ - - - - - - - - - - - - મહાવ્રતો --જન
- ૯ -
- - -
- -
સેંકડો કીડીઓ ત્યાં આવી ચડે... એ પછી એનો કાજો કાઢવામાં કાળજી ખૂબ ખૂબ રાખવી પડે. એ ન રાખવામાં આવે તો થોડી ઘણી કીડીઓની વિરાધના થાય જ.
(ચ) પ્રત્યેક સંયમીની ફરજ છે, કે એવી રીતે ગોચરી વાપરે છે જેમાં એકપણ દાણો નીચે ન ઢોળાય, એક પણ ટીપુ નીચે ન ઢોળાય. જો ભૂલથી ઢોળાય તો તરત જ એનો નિકાલ એ સંયમીએ કરી દેવો પડે. હવે જો એ નિકાલ ન કરવામાં આવે અને કીડી વગેરેની વિરાધના થાય તો એ બધો જ દોષ એ સાધુને લાગે, કે જે સાધુથી આ દાણો/ટીપુ ઢોળાયું હોય. | (છ) દેરાસર જતા, ઉપાશ્રય જતા, વિહારાદિમાં જો નીચે જોયા વિના ચાલવામાં આવે તો ત્રસજીવોની વિરાધના થવાની શક્યતા પાકી.
(જ) બારી-બારણા જો બરાબર પૂંજ્યા વિના ખોલ-બંધ કરવામાં આવે, પૂંજવાનું કામ પણ જોયા વિના કરવામાં આવે તો ગરોળી-કરોળીયો-કીડી-ઉધઈ વગેરે ઘણા જીવો મરી જાય કે કિલામણા પામે.
(ઝ) જો પોટલાઓનો પરિગ્રહ કરવામાં આવે તો એ પોટલાની આડશ હેઠળ ગરોળી વગેરે જીવો રહે અને તે જીવો બીજા ત્રસ જીવોને ખાઈ જાય. એમાં આપણા પોટલા નિમિત્ત બને.
() Úડિલમાં કરમીયા નીકળે. ગુદામાં ખજવાળ આવવાથી જોરથી ખણવામાં આવે અને તેમાં ત્યાં રહેલા કરમીયા પણ ખણાઈ જાય.
(ઠ) શરીરની ચામડીમાં સવા નામના નાના નાના જીવો ઉત્પન્ન થાય, એને કાઢવા જતાં એની વિરાધના થાય, મરી જાય.
(ડ) કાપનું ઘણું બધું પાણી એક સાથે કુંડી વગેરેમાં પરઠવાય, ત્યારે કુંડીની ઝૂષિર જગ્યામાં રહેલા ઘણા જંતુઓ તણાઈ જાય, મરી જાય. કુંડીની બહાર પણ પાણીના રેલામાં ઘણા નાના જીવો તણાઈને મરી જાય.
(ઢ) રોજ સાંજે સૂર્યાસ્ત કે તેની પહેલા માત્રુ પરઠવવાની જગ્યા બરાબર ન જોઈ હોય, અને ત્યાં સોયના અગ્રભાગ જેટલા લાંબા પહોળા ઉંડા કાણા હોય, એમાં કીડીના નગરા હોય. એટલે રાત્રે ત્યાં માત્રુ પરઠવાય તો એ બધું પાણી પેલા કાણાઓમાં જાય, એ માત્રાના કારણે ઘણી બધી કીડીઓ મરી જાય.
(૫) પાટ-પાટલા જો જોયા-પૂંજ્યા વિના મૂકવામાં આવે, જોયા-પૂંજ્યા વિના ખસેડવામાં આવે તો એમાં ય ઘણીવાર ત્રસજીવો મરણ પામે છે. એમ પાત્રા-ઉપાધિ વગેરે દરેકે દરેક વસ્તુ માટે આ વાત સમજી લેવી.
(ફ) બોલતા બોલતા થુંક ઉડે, રસ્તા ઉપર કફ કે શર્દી ઘૂંકી હોય... એ બરાબર ઘસી ન હોય તો ૪૮ મિનિટ બાદ એમાં સંમૂચ્છિમની ઉત્પત્તિ થાય. ચાલુ રસ્તે પણ વાતો