________________
જ જે
જે
મહાવ્રતો કાલ - - - ૯૯૯૯ - - - - તો એ ગાડી-લારી તો સચિત્ત પૃથ્વી વગેરે પર પણ ચાલવાની શક્યતા છે. એ બધાનો દોષ સાધુને લાગે.
(ઢ) અમુક સ્થાને પોટલાઓ, કબાટો વગેરે રાખવામાં આવે, પુસ્તકનો પરિગ્રહ કરાય અને એના આધારે જો ઉધઈ થાય, તો એ ઉધઈની માટી સચિત્ત પણ હોઈ શકે. જો એમ હોય તો એનો દોષ લાગે.
(ત) ભક્તોને જમાડવા માટે ગૃહસ્થોને આદેશ કરીએ, સૂચન કરીએ... એટલે ગૃહસ્થો એ ભક્તાદિ માટે રસોઈ બનાવશે. એ બધામાં મીઠાનો ઉપયોગ થાય તો એનો દિોષ સાધુને લાગે.
આવી બીજી પણ ઢગલાબંધ બાબતો વિચારી લેવી.
એમાં કેટલુંક કરણ રૂ૫, કેટલુંક કરાવણરૂપ, કેટલુંક અનુમોદનરૂપ છે. એ બધું સ્વય વિચારી લેવું. મન,વચન, કાયાથી આ તમામ પ્રકારની વિરાધનાનો ત્યાગ કરવાનો છે.
અપૂકાય :
(ક) આંબિલખાતાના પાણી કે ઘરોમાં સાધુ માટે જ ઉકળતા પાણી જો વાપરવામાં આવે તો એમાં પુષ્કળ અપકાયની વિરાધના છે જ. એ બધાની અનુમોદનાનો દોષ સાધુને લાગે.
(ખ) ગરમ પાણી બારી વગેરેની નજીકમાં પરાતમાં ઠારેલું હોય, અચાનક વરસાદ શરુ થાય. એના ટીપા ગરમ પાણીમાં પડે અને એની વિરાધના થાય.
(ગ) વરસાદના ઝીણામાં ઝીણા પણ છાંટા પડતા હોય અને સાધુ ગોચરી-પાણીવડીનીતિ વગેરે માટે બહાર નીકળે... એ ટીપાઓ સાધુ પર પડે અને એની વિરાધના થાય.
(ઘ) વરસાદ ન પડતો હોય, પણ જમીન ભીની હોય અને સાધુ વિહારાદિ કરે.
(ચ) રસ્તામાં ગટર વગેરેનું પાણી ઉભરાઈને બહાર આવ્યું હોય કે ગૃહસ્થોએ ઠંડક માટે રસ્તા ઉપર પાણી છાંટ્યું હોય અને સાધુ નજીકના જ સમયમાં એ ભીના રસ્તા ઉપર ચાલે.
| (છ) શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પાણીનો કાળ થાય એ પહેલાં એમાં ચૂનો નાંખવામાં ન આવે અને એટલે એ પાણી કાચું થઈ જાય.
પાણીને ઉકાળ એ બાબતમાં ખાસ કાળજી એ રાખવાની હોય છે કે જ્યારે પણ પાણી વહોરીએ, ત્યારે તેને ઉકાળવાનો સમય ખાસ પૂછી લેવો. પ્રશ્ન પૂછયા વિના પાણી વહોરવાના સંસ્કાર તદન ખોટા ! ઘણીવાર આપણને એમ થાય કે “એક જ જગ્યાએથી રોજેરોજ પાણી લાવવાનું હોય તો એ તો રોજ એક જ સમયે ઉકાળતા હશે. એટલે રોજેરોજ સમય પુછવાની જરુર નહિ.'
પણ આ બરાબર નથી. માણસ વહેલો-મોડો ઉઠે, કે પાણી ઉકાળનાર માણસ જ બદલાઈ જાય તો એ વહેલું-મોડું પાણી ઉકાળી બેસે... એટલે એક જગ્યાએ પણ પાણી જે જે જે જે જજ ન ૧૩૬ જબ જબ જ ---------