________________
--------------- મહાવતો જન-જન જલજ-------- વચનનો એમણે સ્વીકાર કરી લીધો.
બીજા દિવસે જાહેરમાં મા-દીકરાએ ઉભા થઈને ઘોષણા કરી કે “અમે બે જણે ભાન ભૂલીને અબ્રહ્મ સેવ્યું છે...” બેય જણ રડતા રહ્યા અને અજ્ઞાની લોકો એ બે જણ ઉપર ફીટકાર વરસાવતા રહ્યા. મારા ગામના બે સમજુ માણસોએ એમની ભારોભાર અનુમોદના કરી. “પાપ તો બધાથી થાય, પણ આવું અઘોર પ્રાયશ્ચિત્ત કરનારા તો વિરલા જ હોય. ધન્ય છે એ મા-દીકરાને!”
આચાર્યદેવે મા-દીકરાને જણાવ્યું કે “તમને ખબર છે? તમને કેટલો મોટો લાભ થયો ? માત્ર બે જ ભવમાં તમે બંને મોક્ષ પામશો. બે ભવ પણ એટલા માટે કે બે જ જણે તમારી પ્રશંસા કરી. એટલે એટલા કર્મો ઓછા ખપ્યા. બાકી તમારો આ જ ભવમાં મોક્ષ થાત...”
આનું નામ ગહ! સાર એ કે
ભૂતકાલીન પાપો જયારે પણ યાદ આવે, ત્યારે એની અનુમોદના-પ્રશંસા-રુચિ ન કરવી એ પ્રતિક્રમણ!
ભૂતકાલીન પાપો બદલ ઘોર પશ્ચાત્તાપ કરવો એ નિંદા! ભૂતકાલીન પાપો ગુરુ સમક્ષ નિખાલસભાવે પ્રગટ કરવા એ ગહેં !
આ બધું બોલ્યા બાદ અંતિમ નિષ્કર્ષ રૂપે સાધુ બોલે છે કે ખાઇ વોસિરામિ आत्मानं - अतीतसावद्यकर्मकारिणं वोसिरामि - विशेषेण त्यजामि.
ભૂતકાળમાં પાપ કરી ચૂકેલા, પાપના સંસ્કારોવાળા એવા આત્માને હું ત્યાગી દઉં છું. અર્થાત્ મારા આત્માનો ભૂતકાલીન જે મલિન પર્યાય હતો, એને ત્યાગીને હવે તદન નવા પર્યાયને, નિર્દોષ પર્યાયને ધારણ કરું છું.
આ રીતે કરેમિ ભંતે ! નો અર્થ પૂર્ણ થયો.