________________
* મહાવ્રતો
ધારો કે પોતે આ બધુ ન બોલે, પણ મિત્રો વગેરે બોલે કે “આ મહારાજ સાહેબ તો જોરદાર ક્રિકેટર હતા...” એ વખતે સાધુ મલકાય, આનંદ પામે. એને ત્રાસ ન થાય... તો એ ભૂતકાલીન પાપોની અનુમોદના જ છે.
સાધુના શબ્દો તો કેવા હોય. “અરેરે! મેં ક્રિકેટ રમવામાં ઘોર હિંસા કરી. ઘાસના જીવોની વિરાધના કરી, કેટલાય ત્રસજીવોને મારી નાંખ્યા... હાય !”
**
જેમ કતલખાનાની ક્રૂરતાનું વર્ણન સાંભળતી વખતે મોઢા પર મલકાટ આવી ન શકે, એમ ક્રિકેટની મસ્તીના વર્ણન વખતે પણ કરુણાસંપન્ન સાધુના મોઢા પર મલકાટ કેમ આવી શકે ?
આ ભૂતકાલીન પાપોની અનુમોદના પણ અનેક રીતે થાય.
• ‘આજે મારા મિત્રોને / સહવર્તિઓને મારી ક્રિકેટની હેરત ભરી વાતો કરીશ.' આ મનથી અનુમોદના કરી.
‘હું બોલું એ સારું નહિ. મારા મિત્ર પાસે એ વાતો બોલાવડાવીશ' આ મનથી અનુમોદના કરી.'
• ‘પેલા મિત્રે મારી ક્રિકેટની વાતો જોરદાર રીતે બતાવી, બધા સ્તબ્ધ થઈ ગયા’ આ મનથી અનુમોદના કરી.
‘હું જોરદાર ક્રિકેટ ૨મતો...' આ વચનથી અનુમોદના.
તુ
“એય ! આ બધું તુ બોલ. મારે ન બોલાય... આ વચનથી અનુમોદના. “અલા, તેં તો મારી ક્રિકેટની વાતો જોરદાર કરી. તું બોલવામાં હોંશિયાર છે.’ આ વચનથી અનુમોદના !
પોતે કેવી રીતે રમતો હતો, એ એક્ટીંગપૂર્વક હોંશે હોંશે બતાવવું એ કાયાથી અનુમોદના.
ઈશારા દ્વારા, હાથ હલાવવા દ્વારા બીજાને પોતાની ક્રિકેટ રમવાની પદ્ધતિ બધાને દર્શાવવા પ્રેરવો એ કાયાથી અનુમોદના.
• કોઈક પોતાના ક્રિકેટની પ્રશંસાદિ કરે, ત્યારે આંખના ઈશારાથી કે હાથ દ્વારા આનંદ પ્રદર્શિત કરવો... આ બધું પણ કાયાથી અનુમોદન છે.
ભૂતકાળમાં થઈ ગયેલા પાપોનું આ રીતે મનથી, વચનથી, કાયાથી કરણ-કરાવણઅનુમોદન રૂપ અનુમોદન સંભવી શકે છે. આ બધાથી સાધુએ અટકવાનું છે.
સાધુજીવનમાં ભૂતકાલીન પાપોની જુદી જુદી રીતે જે અનુમોદનાઓ સંભવે છે, એ આપણે કેટલાક દષ્ટાંતો દ્વારા વિચારીએ.
૧૨૦