________________
C. तस्स भंते ! पडिक्कमामि
✩
ભવિષ્યકાળમાં હવે આખી જીંદગી સુધી કોઈ પણ સાવઘયોગનું સેવન નહિ કરવાની પ્રતિજ્ઞા તો લઈ લીધી. પણ એ પાળવી અઘરી છે. કેમ કે આ બધા પાપો ભૂતકાળમાં અનંતીવાર સેવેલા છે. આ ભવમાં પણ ઘણા બધા પાપો સેવેલા છે. અને એ તીવ્રતા સાથે, મસ્ત બનીને સેવેલા છે. એટલે એના ગાઢ સંસ્કારો જીવમાં પડી ચૂકેલા છે. એટલે ભલે એ પાપો ન કરવાની પ્રતિજ્ઞા હોંશે હોંશે લીધી, પણ જ્યાં સુધી જૂના સંસ્કારોને ઘસી ઘસીને ખલાસ કરવામાં નહિ આવે, ત્યાં સુધી તમામે તમામ પાપોને મન-વચન-કાયાથી નહિ કરવાની પ્રતિજ્ઞાનું સંપૂર્ણ પાલન ભારે પડી જવાનું.
પેલા સિગરેટ-બીડી-તમાકુ-દારુ-ડ્રગ્સના વ્યસનીઓ જોયા છે ને ? એ પણ ક્યારેક ઉલ્લાસમાં આવીને પ્રતિજ્ઞા તો લઈ લે છે કે “બસ, આ પળથી આખી જીંદગી માટે બધા જ વ્યસનોનો સંપૂર્ણ ત્યાગ!’’ પણ એ કંઈ સહેલું છે ? થોડીવાર થાય અને વર્ષોથી અંદ૨ ઘૂસી ગયેલા વ્યસનો એને તલપ ઊભી કરે. ફરી વ્યસન કરવા મન તલપાપડ બને... અને બધી પ્રતિજ્ઞા ભૂલી જઈને તલપને વશ થઈને વ્યસનો સેવી જ બેસે.
આવી જ હાલત આ જીવની છે. પાપો ખરેખર છોડવા જેવા લાગ્યા અને મહાભીષ્મ પ્રતિજ્ઞા લીધી. પણ અનાદિકાળથી એ દોષોનું સેવન કરવાનું જે વ્યસન પડી ગયું છે, એનું શું ? એ તો આ જીવડાને ફરી ફરીને દોષોનું સેવન કરવા પ્રેરશે જ. અને જીવ પરવશ બનીને, પ્રતિજ્ઞા ભૂલી જઈને, ભાંગી નાંખીને ફરી દોષો સેવશે જ.
હવે જો આવું જ ચાલવાનું હોય તો જેમ પેલો વ્યસની હજાર વાર પ્રતિજ્ઞા લે, તોય બધું પત્થર પર પાણી! એમ આ સંયમી હજાર વાર કરેમિ ભંતે...ની પ્રતિજ્ઞા લે, તો પણ બધું પત્થર પર પાણી! ફાયદો કંઈ નહિ, ઉલ્ટું પ્રતિજ્ઞાભંગના ઘો૨ પા૫ લમણે ઝીંકાય એ નફામાં!
અને આ અનુભવસિદ્ધ વસ્તુ છે.
‘હવે વિકા૨ના-વાસનાના જંગલમાં અટવાવું નથી જ' એવી ઉચ્ચતમ ભાવના દીક્ષા વખતે બધાની હતી જ ને ? છતાં એ પછી નાના-મોટા વિકારોનો - વાસનાઓનો ભોગ બન્યા જ ને ? જાણી જોઈને બન્યા ને ?
‘હવે આંબિલો કરીને, તપસ્વી બનીને અણાહારી જ બનવું છે. આ બધી ભોજનજંજાળમાં ફસાવું નથી જ' એવી સુંદરતમ ભાવના બધાની હતી જ ને ? છતાં એ
૧૧૫