________________
&
&
&- તિવિહિં વિવિધ માં વાયા[
[vi
k
&
*
*
દ્રાક્ષ સુધી શિયાળનો કુદકો નથી પહોંચતો તેમ વચન-કાયાના પાપો ત્યાગવા તુરીનું સામર્થ્ય કોઈકનું ન પહોંચે. “દ્રાક્ષ ખાટી છે.” એમ બોલવું એ કપટ છે. તેમ “વચન-કાયાના પાપો પાપ જ નથી.” એમ બોલવું એ કપટ છે.
એને બદલે
દ્રાક્ષ તો મીઠી જ છે, પણ મારો કુદકો પહોંચતો નથી.” એમ કહેવું એ સજ્જનતા છે.
વચન-કાયાના પાપો પાપ જ છે, પણ એ હું ત્યાગી શકતો નથી” એમ કહેવું એ સંવિગ્નપાણિકતા છે જિનશાસનનો રાગ છે, સમ્યક્ત્વની નિર્મળતા છે.
પણ ખરેખર જો ઉંડાણથી ચકાસશું તો આપણને લાગશે કે આપણી જાત શિયાળ જેવું કપટ ખેલી રહી છે, એ સજ્જનતા બતાવતી નથી.
જરાક વિચારીએ કે
ગરમાગરમ દૂધ વગેરેની લાલસાથી નવકારશી છોડી શકાય એમ ન હોય, ત્યારે આપણે એમ બોલશું? કે “મારી એકાસણુ કરવાની શક્તિ છે, મારે એ જ કરવું જોઈએ. પણ આ ચા-દૂધની આસક્તિના પાપે હું નવકારશી વાપરું છું.
કે પછી એમ બોલશું કે “મારે અશક્તિ છે. અમુક દવાઓ લેવાની છે. ચા-દૂધ વાપર્યા વિના નહિ ચાલે. માટે નવકારશી કરું છું.”
જો બીજી વાત બોલીએ તો “નવકારશી કરવી પાપ નથી” એવું જ આપણે ગર્ભિત રીતે સ્થાપિત કરી રહ્યા નથી ? “હું જે નવકારશી કરું છું. એ તો કારણસર છે, શાસ્ત્રમાન્ય છે. એમ જ સાબિત કરવાનો પ્રયત્ન છે ને ?
અકાળે ગુર્નાદિની સહર્ષ સંમતિ વિના જ વ્યાખ્યાનો કરવાની, પુસ્તકાદિ છપાવવાની, શિષ્યો કરવાની, અલગ ચાતુર્માસ કરવાની લાલસા પ્રગટી... તો શું આપણે એમ કહેશું કે “આ રીતે અકાળે, ગુર્વાદિની આંતરિક સંમતિ વિના આ બધું જ ખોટું છે. છતાં મેં ગમે તે કરીને ગુર્નાદિની સંમતિ લીધી. કમને પણ એમને હા પડાવી, એમનાથી છાનુ કર્યું... એ બધું જ ખોટું છે....
કે આપણે એમ કહેશું ? કે “આ ભયંકર કાળમાં તો જેટલાને બચાવી શકાય એટલાં બચાવવા. ગુરુ જૂનવાણી હોય તો ભલે રજા ન આપે, પણ મારે ગમે તે રીતે રજા લઈને, કપટ કરીને પણ આ કાર્યો કરવા જ રહ્યા. આ કાર્યો વિના પરોપકાર થશે શી રીતે ?”
સહવર્તીઓ પ્રત્યે ઈર્ષ્યા હોય, એમના વિકાસમાં અંદર ભારે બળાપો થતો હોય ત્યારે જેમ દૂધમાંથી પોરા કાઢવાના હોય” એમ વાતે વાતે કોઈપણ રીતે એમના દોષો કાઢવા મન તત્પર બને અને સાચા-ખોટા, ઓછા-વત્તા એ દોષોને ચારે બાજુ ગાઈ એ પ્રતિસ્પર્ધીને ------------------- ૧૧૩ - - - - - - - - - - - - - - - - - - -