________________
तिविहं तिविहेणं मणेणं वायाए काएणं
**
આવા આવા વિચારો એ મન-અનુમોદન. (ઘ) સાઈકલ-લારી વગેરેમાં સામાન-ઉપધિઃ
(૧) સાધુ જાતે પોતાની ઉપધિ સાઈકલ-લારી-વ્હીલચેર વગેરે ઉપર મૂકે, ગોઠવે, લટકાવે...એ કાયાકરણ.
(૨) સાધુ જાપમાં કે પ્રતિક્રમણાદિમાં હોય ત્યારે સાથેના માણસને બધો સામાન સાઈકલાદિમાં ગોઠવી દેવાનો આંખ-હાથ-ચપટી દ્વારા ઈશારો કરે એ કાય-કરાવણ.
(૩) માણસ હોંશિયાર હોય અને સાધુના કહ્યા વિના પણ પોતાની મેળે જ બધું બરાબર ગોઠવે, વ્યવસ્થિત સમયસર બાંધે. . .એ બધું જોઈ સ્મિત દ્વારા કે હાથના ઈશારા દ્વારા એમ દર્શાવવું કે “તું ખુબ સારું કામ કરે છે...’ એ કાય-અનુમોદન !
(૪) “ચાલો, બધા જલ્દી તૈયા૨ થાઓ. ત્યાં સુધીમાં હું બધી ઉપધિ સાઈકલ/લારીમાં ચંડાવી દઉં. માણસ તો ચા પીવા ગયો છે...” આવું બોલવું એ વચન-કરણ !
(૫) “છગન! ચલ, જલ્દી કર. આ બધી ઉપધિ સાઈકલ પર ગોઠવી દે...” એમ માણસને આ રીતે ઉપધિ ગોઠવવાદિનો આદેશ આપવો... એ વચન-કરાવણ !
(૬) “આપણો છગન જોરદાર છે. કેટલો ખંતીલો છે ! ધડાધડ બધે પહોંચી વળે છે. આપણે કશું કહેવું જ ન પડે. આટલી બધી ઉપધિ પણ એક જ સાઈકલ ઉપર એકદમ વ્યવસ્થિત ગોઠવી દે છે...” આ વચન-અનુમોદન.
(૭) આટલી બધી ઉપધિ ઉંચકીને વિહાર કરવો અઘરો પડે છે. મારા ભક્તોસ્વજનો ઘણા છે. એમને કહીને હવે હું એક સાઈકલવાળો રાખી લઉં, પછી એમાં જ મારી ઉપિધે મૂકી દઈશ. એટલે મસ્તીથી વિહાર થઈ શકે...” આ મનકરણ.
· ‘(૮) “હું ગુરુને કહી દઉં કે મારાથી આટલી બધી ઉપધિ ઉંચકાતી નથી. આપ મને સાઈકલની વ્યવસ્થા કરાવી આપો. એ માણસ જ બધી ઉપધિ લઈ જાય... એટલે મારે શાંતિ !' આ મન-કરાવણ !
(૯) “ગુરુએ બેને બદલે ત્રણ સાઈકલવાળા રાખ્યા, એ સારુ કર્યું. બેમાં તો પહોંચી વળાતું ન હતું. અમુક ઉપધિ મારે ઉંચકવી પડતી હતી. પણ હવે વાંધો નહિ આવે.” આ મન-અનુમોદન !
આ ચાર દૃષ્ટાંતો આપ્યા.
આવું તમામે તમામ સાવઘયોગોમાં વિચારવું.
વિહાર ટુંકો થાય એ માટે ખેતરોમાંથી, કાચા રસ્તેથી વિહાર...વરસાદમાં, રસ્તો ભીનો હોય ત્યારે પણ ગોચરી - વિહારાદિ. ઉપાશ્રયમાં લાઈટ-ગ્લોબ રાત્રે ચાલું
૧૦૫
*