________________
| કિંમત, આજ્ઞાસાપેક્ષ ધર્મની છે. ધર્મના નામે આજ્ઞાનિરપેક્ષ કરણીઓના ડુંગર તૈયાર કરી દેવામાં આવે તેની નથી. કુમારપાળ રાજવીને આ ઉપદેશ બરાબર સમજાઇ ગયેલો. આપણને આ સત્ય ક્યારે સમજાશે ?
યાત્મનિંદ્રા દ્વાર–શિવા ની રચના થઇ એ પછી નવ-નવ શતાબ્દીઓનો વિરાટ કાળ વ્યતીત થઇ ચૂક્યો. પરંતુ આ સમય દરમિયાન મૂળ ગ્રંથ ઉપર કોઇ સંસ્કૃત ટીકા-ગ્રંથ રચાયો હોય તેવું પ્રાયઃ બન્યું નથી. પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજી મહારાજે પ્રસ્તુત, ગ્રંથરાજ ઉપર તત્ત્વવિ નામક ટીકાગ્રંથની રચના કરી છે. મૂળ ગ્રંથની જેમ ટીકા ગ્રંથ પણ સંસ્કૃતમાં રચવામાં આવ્યો છે. ઇતિહાસની ઉપલબ્ધ સામગ્રીઓના આધારે એમ કહી શકાય તેમ છે કે માત્મનિંદા દ્વત્રિશિલા ઉપર રચાયેલો આ સર્વપ્રથમ ટીકા ગ્રંથ છે. - પ્રસ્તુત ગ્રંથમાં, મૂળ શ્લોકો અને ટીકાની સાથે મૂળ શ્લોકનો અન્વય, શબ્દાર્થ, શ્લોકાર્થ તેમજ ટીકાનો ભાવાર્થ પણ પીરસવામાં આવ્યો છે. જેથી સંસ્કૃતની બે બુક ભણેલાં વિદ્યાર્થીઓ આ ગ્રંથનો કાવ્યાભ્યાસ માટે પણ ઉપયોગ કરી શકશે તેમજ સંસ્કૃત ભાષા નહિ જાણનારાં ગૃહસ્થો માત્ર ભાવાર્થનો આસ્વાદ લઇને પણ તત્ત્વસુધાનું આચમન કરી શકશે.
નૂતન ટીકા ગ્રંથનું પરિમાર્જન સ્વ-પર દર્શનવેત્તા, પૂ.આ.દેવ શ્રી વિજયચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજે ઉદારતાપૂર્વક કરી આપ્યું છે. તેમજ “સૂરિ રામચંદ્રના સમુદાયવર્તી, પૂ.સા. શ્રી ચંદનબાળાશ્રીજી મહારાજે પ્રુફ વાંચનમાં અવસરોચિત સહાય કરી છે.
મૂળ ગ્રંથમાં જિનભક્તિ અને દુષ્કૃત ગહનું વિવરણ મુખ્યતયા જોવા મળે છે. મૂળ ગ્રંથના આ પદાર્થોને વફાદાર રહીને એના ઊંડાણમાં છૂપાયેલા તાત્વિક ભાવોની સ્પર્શના કરવાનો પ્રયત્ન તત્ત્વવિ ટીકામાં દૃષ્ટિગોચર બને છે.
મૂળ ગ્રંથ તથા તેની ઉપર રચાયેલી ‘તત્ત્વવિ’ ટીકા, ઉભય કૃતિઓને અમે હૃદયની શ્રદ્ધાપૂર્વક આવકારીએ છીએ. ટીકાકાર પૂજયશ્રી તેમજ મૂળ ગ્રંથના પ્રણેતા, પરમાહત, કુમારપાળ મહારાજાના ચરણોમાં વિનયસભર વંદન કરીએ છીએ. .
અંતે, આવા ઉત્તમ ગ્રંથમણિના પ્રકાશન માટેનો ઉપક્રમ બનવા બદલ અમારો શ્રી સંઘ ગૌરવની લાગણી અનુભવે છે.
શ્રી નવકાર આરાધના ભવન
હાલોલ જૈન સંઘ વિ.સં. ૨૦૬૪, અષાઢ વદ-૩, સોમવાર
જા