________________
આપી છે. જે ખરેખર જ આવકાર્ય છે. અંતે આ પ્રકાશનના યોગ્ય રીતે ઉપયોગથી આપણા આત્માને પરમાત્મા બનાવવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા...
- આ. ચન્દ્રગુપ્તસૂરિ દશા પોરવાડ સોસાયટી જૈન ઉપાશ્રય, પાલડી, અમદાવાદ. અષાઢ વદ-૨, રવિવાર, તા. ૨૦-૦૭-૨૦૦૮
+ સૂચના : ૧. પ્રસ્તુત ગ્રંથરત્નનું પ્રકાશન શ્રી નવકાર આરાધના ભવન - હાલોલ જૈન સંઘના જ્ઞાનદ્રવ્યના
સદ્વ્યય વડે થયું છે. તેથી ગૃહસ્થોએ આ ગ્રંથ વસાવવો હોય તો ૬૦/- રૂા. જ્ઞાનખાતામાં ભરીને
ગ્રંથ વસાવવો. વાંચનાર્થે સદુપયોગ કરવો હોય તેમણે પણ યોગ્ય નકરો જ્ઞાનદ્રવ્યમાં ભરવો. ૨. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તેમજ ભારતભરના જૈન સંઘોના જ્ઞાનભંડારોને આ ગ્રંથ ભેટ
આપવામાં આવશે. જેમને ખપ હોય તેમણે કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપીના સરનામે એક P.C. લખવો. જ્ઞાનભંડાર માટે સંઘ એથવા સંસ્થાના લેટરપેડ પર લખેલો પત્ર મોકલવો જરૂરી છે.