SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના નિર્યુક્તિ, ભાષ્યસહિત આ.શ્રી હરિભદ્રસૂરિ કૃત શિષ્યહિતા ટીકા સહિત શ્રી દસવૈકાલિક સૂત્રનો ગુજરાતી ભાષામાં અનુવાદ પુનઃ પ્રગટ થઈ રહ્યો છે તે ઘણાં હર્ષનો વિષય છે. પોણોસો વર્ષ પૂર્વે મુનિરાજ શ્રી માણેકમુનિએ કરેલો અનુવાદ ત્રણ ભાગમાં પ્રગટ થયેલો. આ અનુવાદ જરૂરી ભાષાકીય ફેરફાર કરવાપૂર્વક મુનિરાજ શ્રી જયાનંદવિજયજી મ.ના સંપાદન પૂર્વક પ્રગટ થઈ રહ્યો છે તે ઘણાં હર્ષનો વિષય છે. આગમ અને તેના વિભાગો : વર્તમાનકાળમાં આગમોના અંગ, ઉપાંગ, મૂલ, છેદ આ રીતે વિભાગો પ્રસિદ્ધ છે. આ વિભાગીકરણનો ઉલ્લેખ પ્રભાવકચરિત્ર (આર્યરક્ષિત સૂરિ ચરિત્ર, શ્લોક ૨૪૧)માં જોવામાં આવે છે. એ પહેલાંના નંદીસૂત્ર, પક્ષીસૂત્ર વગેરે ગ્રંથોમાં અંગ અને અંગ બાહ્ય, અંગ બાહ્યમાં આવશ્યક, કાલિક ઉત્કાલિક આ રીતે ભેદો જોવામાં આવે છે. આ પ્રકાર પ્રમાણે પહેલાં આગમોની સંખ્યા ૮૪ જેટલી હતી. વર્તમાનમાં ૪૫ આગમ પ્રસિદ્ધ છે. શ્રી દસવૈકાલિક સૂત્રનો સમાવેશ મૂળ સૂત્રમાં કરવામાં આવ્યો છે. મૂલસૂત્ર : મૂલસૂત્ર નામકરણ માટેના હેતુ વિદેશી વિદ્વાનોએ જુદા જુદા આપ્યા છે. વિંટર નિત્ઝે આ આગમો ઉપર ઘણી ટીકા હોવાની દલીલ આપી છે. તો ચાર પેંટીયર, ગ્યારી, પટવર્ધન વગેરેએ આમાં ભગવાનના મૂળ શબ્દો હોવાનું કારણ આપ્યું છે. શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રિએ ઉપરોક્ત દલીલોનો રદિયો આપી, આ મૂળસૂત્રોમાં આચાર સંબંધી મૂલગુણ, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિનું નિરૂપણ હોવાથી મૂલસૂત્ર’ નામ પડ્યું હોવાનું જણાવે છે.” આગમ પુરુષનું રહસ્ય પૃ. ૩૯માં પણ ચારિત્રના પાયાને મજબૂત કરતા ગ્રંથો સંયમી જીવનના મૂલભૂત સૂત્રો હોવાનું શ્રી અભયસાગરજી મ.એ જણાવ્યું છે. શ્રી સમયસુંદરજીના મતે મૂલસૂત્રમાં (૧) દસવૈકાલિક (૨) ઓઘ નિર્યુક્તિ (૩) પિંડ નિર્યુક્તિ, (૪) ઉત્તરાધ્યયન આ ચાર આગમો છે. ૧ પ્રથમ ભાગ વીર સં. ૨૪૪૭માં શ્રી મોહનલાલજી જ્ઞાન ભંડાર, સૂરત દ્વારા પ્રગટ થયેલ છે. એ પછી ભાગ-૨ અને ભાગ–૩,૪ પણ પ્રગટ થયેલ છે. ૨. નંદીસૂત્રની ચૂર્ણિ (પત્ર ૪૭) અને હારિભદ્રીય (સૂત્ર ૪૩ પત્ર ૯૦) ટીકામાં (મલયગિરિ વૃત્તિ પત્ર ૨૦૩ માં) સૂત્ર પુરુષનું (દ્વાદશાંગ પુરુષનું) વર્ણન આવે છે. શ્રી આગમ પુરુષનું રહસ્ય (ગોડીજી જૈન મિત્ર મંડળ મુંબઈથી ૨૦૧૦માં પ્રગટ થયેલ છે)માં પૃ. ૫૦ સામે એક પ્રાચીન આગમ પુરુષનું ચિત્ર પ્રસિદ્ધ થયું છે. અને પૂ. સાગરજી મ. એ તૈયાર કરાવેલા બે ચિત્રો પૃ. ૧૪ સામે અને પૃ. ૪૯ સામે પ્રગટ થયા છે. આ બે ચિત્રોમાં મૂલ સૂત્રનો સમાવેશ થયો છે. ૩ ઉત્તરાધ્યયન સૂત્ર - દેવેન્દ્રમુનિ પ્રસ્તાવના (આગમ પ્ર. બ્યાવર) ઉત્તરાધ્યયન એક સમીક્ષાત્મક અધ્યયન પૃ. ૨૦, જૈન સાહિત્ય કા બૃહદ્ ઈતિ. ભાગ-૨ ४ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરોક્ત પ્રસ્તાવના. ૫ સમાચારી શતક
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy