________________
શ્રી
વનિયzમૂત્ર આપતt - મારા રૂ
परिशिष्ट -४
૩. હલકી ચીજને ભારે ચીજ વડે ઢાંકવી. ૪. હલકી ચીજને હલકી ચીજ વડે ઢાંકવી.
આમાં પહેલો અને ત્રીજો ભાંગો અગ્રાહ્ય છે. કેમકે ભારે ચીજને ઉપાડવાથી કોઈક વખતે પડવાથી પગ વગેરે ભાંગવાનો સંભવ છે.
બીજો અને ચોથો ભાગો દોષોનો અભાવ હોવાથી ગ્રાહ્ય છે. " દેય વસ્તુ જેમાં રાખેલ હોય, તે તાવડી વગેરે હોય તો પણ વાટકી વગેરે વડે દાન આપી શકાય છે. ૫. સંવૃતઃ કોઈ દાતા બાઈ વાટકી વગેરે વડે જે ભોજન વગેરે આપવા ઈચ્છતી હોય, તે આપવા યોગ્ય ભોજન વગેરેમાં કોઈક સચિત્ત, અચિત્ત કે મિશ્ર અદેય પદાર્થ હોય, તો તે ન આપવા યોગ્ય સચિત્ત ચીજને બીજી જગ્યાએ મૂકી તે દેય ચીજ આપે, તે સંત કહેવાય છે.
તે અદેય ચીજ કયારેક સચિત્ત પૃથ્વી વગેરેમાં નાંખે કે કયારેક અચિત્તમાં કે કયારેક મિશ્રમાં નાંખે. મિશ્ર સચિત્તમાં જ અંતર્ગત હોવાથી સચિત્ત અચિત્ત પદ વડે ચાર ભાંગા થાય છે.
૧. સચિત્તનું સચિત્તમાં સંહરણ. ૨. સચિત્તમાં અચિત્તનું સંહરણ. ૩. અચિત્તમાં સચિત્તનું સંહરણ.
૪. અચિત્તમાં અચિત્તમું સંહરણ. - આમાં પહેલા ત્રણ ભાંગામાં સચિત્તનો સંઘટ્ટા વગેરે દોષો સંભવતા હોવાથી ન ખપે. ચોથા ભાંગામાં તેવા દોષનો સંભવ ન હોવાથી ખપે છે.
અહીં પણ અનંતર પરંપરા પ્રરૂપણા વિચારણા આગળ પ્રમાણે કરવી.
જેમ સચિત્તપૃથ્વીકાયમાં જે સંદરે તો અનંતર સચિત્ત પૃથ્વીકાય સંછૂત કહેવાય અને જો સચિત્ત પૃથ્વીકાય પર રહેલ તાવડી વગેરેમાં જો સંહરે તો પરંપર સચિત્ત પૃથ્વીકાય સંત કહેવાય, એ પ્રમાણે અપ્લાય વગેરેમાં વિચારવું. અનંતર સંસ્કૃત ન લેવું પરંપર સંસ્કૃત જો સચિત્ત પૃથ્વીકાય વગેરેનો સંઘટ્ટો ન હોય તો લેવું. ૬. દાયકઃ દાયક દોષથી યુક્ત પિંડ. દાયક એટલે દાતા તે અનેક પ્રકારના હોય છે. તે આ પ્રમાણે – ૧. વિર, ૨. અપ્રભુ, ૩. નપુંસક, ૪. ધ્રુજતા શરીરવાળો, ૫. તાવવાળો, દ. અંધ, ૭. બાળક, ૮. મત્ત, ૯. ઉન્મત્ત (ગાંડો), ૧૦. કપાયેલ હાથવાળો, ૧૧. કપાયેલ પગવાળો, ૧૨. ગળતુ કોઢવાળો, ૧૩. બંધાયેલ, ૧૪. પાદુકા પહેરેલ, ૧૫. ખાંડતી, ૧૬. પીસતી કે વાટતી, ૧૭. પીજતી, ૧૮. ભંજતી, ૧૯. કાંતતી. ૨૦. દળતી, ૨૧. જમતી, ૨૨. ગર્ભવતી, ૨૩. નાના બાળકવાળી, ૨૪. છકાયનો સંઘટ્ટો કરતી, ૨૫. કપાસમાંથી રૂ જૂદ કરતી, ૨૬, રૂનો હાથ વડે છૂટું કરતી, ૨૭. વલોણું કરતી, ૨૮. છ જવનિકાયની હિંસા કરતો, ૨૯. ઉપદ્રવ વાળો. એવા પ્રકારના સ્વરૂપવાળો દાતાર ગોચરી આપે તો ન ખપે.
૧. સ્થવિર – સીત્તેર વર્ષનો કે મતાંતરે ૬૦ વર્ષની ઉપરનો હોય તે વૃદ્ધ કહેવાય. તેને મોટે ભાગે મોઢામાંથી લાળ પડતી હોય છે, તેથી દેય ચીજને લાળથી ખરડી (બગાડી) નાખે છે. આથી લોકોમાં જુગુપ્સા થાય.
તેના હાથ કંપતા હોય તો હાથ કંપતો હોવાથી દેય ચીજને જમીન પર પાડે, તેથી છ જવનિકાયની
૧૪૮