________________
परिशिष्ट - ४
'श्री दशवकालिकसूत्र भाषांतर - भाग ३
પ્રમાણે ક્ષત્રિય વગેરે જાતિઓમાં પણ જાણવું તથા કુલ વગેરેમાં પણ સમજવું. ૫. વનિપક : વન્ ધાતુ માંગવાના અર્થમાં છે. વનિપક એટલે દાતારને માન્ય શ્રમણ વગેરેનો પોતે ભગત છે – એમ બતાવી જે પિંડ-આહાર માંગવો તે.
કોઈક સાધુ-યતિ, નિગ્રંથ, શાક્ય, તાપસ, પરિવ્રાજક, આજીવક, બ્રાહ્મણ, પ્રાથૂર્ણક, શ્વાન (કૂતરા), કાગડા, પોપટ વગેરેના ભક્ત ગૃહસ્થના ઘરે ભિક્ષા માટે પ્રવેશ કરે અને તેની આગળ અશનાદિ લેવા માટે નિગ્રંથ વગેરેના ગુણ વર્ણવવા દ્વારા પોતાને નિગ્રંથ વગેરેનો ભક્ત જણાવે. તે આ પ્રમાણે –
તે સાધુ નિગ્રંથ ભક્ત શ્રાવકના ઘરે પ્રવેશ કરી નિગ્રંથોને આશ્રયિને બોલે કે, “હે કુલિતિલક શ્રાવક! તમારા આ ગુરુ તો અતિશય જ્ઞાન વગેરેથી શોભે છે. બહુશ્રુત છે. શુદ્ધ ક્રિયાનુષ્ઠાન પાલન પરાયણ છે. સુંદર સામાચારી આચરવા વડે ચતુર ધર્મજનોના મનને આશ્ચર્ય પમાડનાર છે. મોક્ષ નગરના રસ્તામાં સાર્થવાહ જેવા છે વગેરે. તથા બૌદ્ધોપાસકના ઘરે જાય તો ત્યાં બૌદ્ધ સાધુને જમતા જોઈ તેના ઉપાસકો આગળ તેમની પ્રશંસા કરે કે.. અહો! આ મહાનુભાવો બુદ્ધશિષ્યો ચિત્રમાં ચિતરેલાની જેમ સ્થિર અને પ્રશાંત ચિત્તવૃત્તિવાળા ખાઈ રહ્યા છે. મહાત્માઓએ આવી રીતે જ જમવું જોઈએ. આ લોકો દયાળુ છે અને દાનવીર છે. વગેરે પ્રશંસા કરે.
એ પ્રમાણે તાપસ, પરિવ્રાજક, આવક, બ્રાહ્મણ વગેરે આશ્રમિને તેમના ગુણો તેમના દાન વગેરેની પ્રશંસા કરવા વડે વનિપક-પણું જાણવું.
અતિથિ ભક્તની આગળ એમ બોલે કે લોકોમાં મોટે ભાગે ઓળખીતાને, આશ્રિતોને કે ઉપકારીઓને જ આપે છે. પણ માર્ગ પરિશ્રમથી થાકેલા અતિથિને જે પુજે છે તે જ દાન જગતમાં શ્રેષ્ઠ છે.
શ્વાન ભક્ત આગળ કહે કે આ કૂતરા એ કૂતરા નથી પણ કેલાસ પર્વતથી આવેલા યક્ષો જ કૂતરા રૂપે પૃથ્વી પર ફરે છે માટે એમની પૂજા મોટા કલ્યાણ માટે થાય છે. એ પ્રમાણે કાગડા વગેરે માટે પણ વિચારવું.
આ પ્રમાણે વનિપકપણું કરી મેળવેલો આહાર તે વનિપકપિંડ છે. આમાં ઘણા-ઘણા દોષો છે. જેમકે ધર્મી કે અધર્મને પાત્રમાં આપેલ દાન નકામું જતું નથી. એ પ્રમાણે કહેવાથી અપાત્ર દાનને સુપાત્રદાન સમાન પ્રશંસવાથી સમકિતીનો અતિચાર થાય છે. તો પછી બૌદ્ધ વગેરે કુપાત્રોને સાક્ષાત્ પ્રશંસાથી શું ન થાય? કહ્યું છે કે પાત્ર અપાત્રમાં આપેલું દાન નિષ્ફળ નથી જતું એમ બોલવાથી પણ દોષ છે. તો પછી અપાત્રદાનની પ્રશંસાથી કેમ ન હોય? (સુપાત્રદાનની વ્યાખ્યામાં આવી રીતે બોલાય તો દોષ જ છે. પણ અનુકંપાદાનની વ્યાખ્યામાં આમ બોલાય તો દોષ નથી.)
. આ પ્રમાણે બૌદ્ધ વગેરેની પ્રશંસાથી લોકમાં મિથ્યાત્વને સ્થિર કર્યું કહેવાય. સાધુઓ પણ આ લોકોને પ્રશંસે છે માટે આમનો ધર્મ સાચો લાગે છે – એમ લોકો માને. જો બૌદ્ધ વગેરેના ભક્તો ભદ્રિક હોય તો આ રીતે સાધુને પ્રશંસા કરતા જોઈ એમના માટે આધાકર્મ વગેરે કરે. તેથી તે આધાકર્મ આહારના લોભથી કદાચ બૌધ વગેરે વ્રતને સ્વીકારે. તથા લોકમાં પણ આ સાધુઓ ખુશામતિયા છે. “જન્માંતરમાં' દાન ન આપ્યું હોવાથી આહાર માટે કૂતરાની જેમ પોતાને ચાટુ (ખુશામત) કરી બતાવે છે. આ પ્રમાણે નિંદા થાય. કોઈ શાસનનો શત્રુ હોય, તો ઘરમાંથી બહાર કાઢી મૂકે. સર્વ સાવદ્યમાં રક્ત એવા તેમની પ્રશંસા કરવાથી મૃષાવાદ તથા પ્રાણાતિપાત વગેરે અનુમોદ્યા કહેવાય. વર્તમાનમાં અપરિચિત ગ્રામ, નગરમાં ગૃહસ્થ જે સમુદાયનો ભક્ત હોય તે સમુદાયના સાધુઓની પ્રશંસા આદિ સારી ગોચરી મેળવવા માટે કરે તો આ દોષ લાગે. ૬. ચિકિત્સા : રોગનો પ્રતિકાર કરવો કે રોગ પ્રતિકારનો ઉપદેશ કરવો તે ચિકિત્સા. સૂક્ષ્મ અને બાંદર એમ બે
૧૪૧